ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા, મોડે સુધી ગરબાની છૂટ પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન!
Navratri 2024 : નવરાત્રિના મહાપર્વનો આજે બીજો દિવસ,,, આજે માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપની થશે પૂજા,,, પહેલા નોરતે ZEE 24 કલાકના સુપરહિટ ગરબામાં ખેલૈયાઓએ જમાવી રંગત, હર્ષ સંઘવીએ મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ અંગે મોટું નિવેદન આપ્યું
Trending Photos
garba permission : ગુજરાતમાં વર્ષો બાદ સવાર સુધી ગરબા રમવાની છૂટ મળી છે. વર્ષો પહેલા સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાતા હતા. જેના બાદ ફરમાન આવ્યું અને ગરબાની સમય મર્યાદા 12 વાગ્યા સુધી થઈ. પરંતુ હવે ગુજરાતીઓ ફરીથી સવાર સુધી ગરબા કરી શકશે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેલૈયાઓને આ અનોખી ભેટ આપવામાં આવી છે. ત્યારે મોડે સુધી ગરબાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે.
નવરાત્રિના પ્રથમ નોરતે ગાંધીનગરના થનગનાટ ગ્રુપમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવાનો મામલે અને મોડે સુધી ગરબા રમવા અંગે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવા માટેની છૂટ આપી એમા અમુકને પેટમાં દુઃખવા લાગ્યું. ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા. ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવા દીધા હતા અને આ વર્ષે પણ મોડે સુધી ગરબે રમવાનું છે.
હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી કે, સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ ઉજવીએ. ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી જે ઘરે પરત જાય ત્યારે એક પણ હોટેલ બંધ નહિ હોય તેવી પણ અમે વ્યવસ્થાઓ કરી છે.
મોડી સુધી ગરબા રમાડવાનો ગેનીબેનનો વિરોધ
મોડા સુધી ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહરાજ્ય મંત્રીએ ગૃહ ખાતું અને કાયદા તથા વ્યવસ્થા જાળવવામાં સક્ષમ ન હોવાનો ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો. આ વર્ષે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ગરબાના સમયમાં કરાયેલા વધારાને લઇ ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે ગરબા 12 વાગ્યા સુધી થાય એજ બરોબર હતું અને હવે આ સુધી જે ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહ મંત્રીએ ગૃહ ખાતું કાયદો ને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી. આવા ટાઈમ વધારા આપીને યુવાધન અન્ય બદીઓમાં ના આવે તે પણ જોવાની સૌની જવાબદારી છે.
મોરબી જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતાથી જ પોલીસની સી ટીમ કાર્યરત થઈ ગયેલ છે અને જુદાજુદા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ તેમજ ગરબીઓમાં જઈને ત્યાં ચેક કરવામાં આવે છે. અને જો કોઈપણ શખ્સ રોમિયોગીરી કરતાં પકડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ કરશે અને ઠેર ઠેર પ્રાચીન અને અર્વાચીન ગરબામાં પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવેલ છે. યુવતીઓને મહિલા પોલીસે પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ પાસેથી લેવા માટે ખાસ ટકોર કરી છે.
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચરચોકમાં નવરાત્રિના પર્વ પર ગરબાની રમઝટ જોવા મળી. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ તેમજ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે માતાજીની આરતી ઉતારી. તેમજ સ્ટેજ ઉપર દીપ પ્રાગટ્ય કરી શારદીય નવરાત્રી મહોત્સવને ખુલ્લો મુક્યો. મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ચાચરચોકમાં બેસીને ગરબા રમ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે