હીરાબાઈ લોબી : ગુજરાતના જાણવા જેવા મહિલા, જેમણે સિદ્દી સમાજ માટે કામ કરીને મેળવ્યો પદ્મશ્રી
2023 Padma Awards Winners : જાંબુરના હીરાબાઈ લોબીને સમાજસેવા માટે પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે, જેઓએ સિદ્દી આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો, ત્યારે જાણી લો કોણ છે હીરાબાઈ લોબી
Trending Photos
Padma Awards 2023 Winners : પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 7 લોકોને પદ્મશ્રી એવોર્ડ મળશે. તેમાં ગીર સોમનાથના જાંબુરના વતની હિરાબાઇ લોબીને પદ્મ એવોર્ડનું સન્માન મળ્યુ છે. હીરાબાઈ લોબીએ પોતાનું આખુ જીવન સિદ્દી આદિવાસી સમુદાયના ઉત્થાન માટે ખર્ચી નાંખ્યું. ત્યારે કોણ છે હીરાબાઈ લોબી તે જાણીએ...
કયા કયા ગુજરાતીઓની સન્માન
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
હીરાબાઈ લોબી-સોશિયલ વર્કર- પદ્મ શ્રી
ભાનુભાઈ ચૈતારા- કમલકારી આર્ટીસ્ટ- પદ્મ શ્રી
પરેશ રાઠવા- પીથોરા આર્ટીસ્ટ- પદ્મ શ્રી
બાલક્રિશન દોશી - આર્કિટેક - ગુજરાત
હેમંત ચૌહાણ - આર્ટ - ગુજરાત
મહિપત કવિ - આર્ટ - ગુજરાત
અરીઝ ખમબત્તા - વેપાર અને ઉદ્યોગ - ગુજરાત
પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ - વિજ્ઞાન અને એન્જિનિયરિંગ - ગુજરાત
કોણ છે હીરાબાઈ લોબી
આદિવાસી સિદ્દી સમાજમા હીરાબાઈ લોબી જાણીતું નામ છે. આ સમાજના ઉત્થાન માટે તેમણે પોતાનું જીવન ખર્ચી નાંખ્યું. તેઓ ગીર સોમનાથના જાંબુરના વતની છે. સિદ્દી સમાજના વિકાસમા તેમનો મોટો ફાળો છે. તેથી જ સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામા આવ્યા છે. તેઓએ સિદ્દી સમાજના બાળકોના ભણતર માટે મોટું કામ કર્યું. તેઓએ વર્ષ 2004 માં મહિલા વિકાસ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેથી સિદ્દી સમાજની મહિલાઓ આત્મનિર્ભર બને. આ સંસ્થા દ્વારા તેઓ મહિલાઓને પ્રગતિશીલ બનાવવાના રસ્તાઓ શીખવાડે છે, જેથી તેઓ પગભર થાય. હીરાબાઈ પોતે બહુ જ ઓછું શિક્ષણ મેળવ્યું છે, પંરતું શિક્ષણ માટેનું તેમનુ યોગદાન અનેરું છે. હીરાબાઈએ સીદી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેના માટે તેઓએ જાગૃતિ લાવી છોકરા છોકરીઓને ભણતા કર્યા.
હીરાબાઈએ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમના દાદીમાએ તેમનો ઉછેર કર્યો હતો. વર્ષ 2006 માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે