વડોદરા બોટકાંડ પર હાઈકોર્ટની ગંભીર નોંધ : શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે?

Gujarat Highcourt : વડોદરા બોટકાંડ સુઓમોટો અરજી પર હાઈકોર્ટમાં થઈ સુનાવણી... હાઈકોર્ટે કહ્યું, શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે. દુર્ઘટના બાદ નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાકટર છે, પરંતુ અધિકારીની જવાબદારી છે

વડોદરા બોટકાંડ પર હાઈકોર્ટની ગંભીર નોંધ : શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે?

Vadodara Harani Lake Boat Tragedy : ગુજરાત હાઇકોર્ટે વડોદરા બોટકાંડ પર લીધેલી સુઓમોટો પર આજે સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ મિત્રની નિમણૂંક કરવામાં આવી છે. હેમાંગ શાહની કોર્ટ મિત્ર તરીકે નિમણૂંક કરાઈ છે. જેમાં હેમાંગ શાહ સુઓમોટો પર કોર્ટ તરફથી સુનાવણી કરી હતી. તેઓએ ગૃહ વિભાગ હાઇકોર્ટમાં જવાબ આપ્યો હતો. વડોદરા બોટ દુર્ઘટના સુઓમોટો અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ઈશ્યુ કરી છે. સાથે જ ત્રણ અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. 

હાઈકોર્ટે કહ્યું કે, શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે?, દુર્ઘટના થયા બાદ નિંદ્રા માંથી જગાડવામાં આવે છે. ત્યારે એડવોકેટ જનરલે કહ્યું કે, રાજ્યમાં તમામ તળાવ સહિતની વોટર બોડી કે જ્યાં એક્ટિવિટી ચાલે છે ત્યાં જરૂર સૂચનો જાહેર કર્યા છે. આ મુદ્દે આગળ હાઈકોર્ટે કહ્યું કે, જે લોકો એકટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ. એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ. કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ. 

કોર્ટ મિત્રએ કહ્યું કે, માત્ર કોન્ટ્રાકટર કે સબ કોન્ટ્રાકટર જ નહીં કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબદાર છે. માત્ર સરકાર જ નહિ, કોન્ટ્રાકટર અને ઓપરેટર પણ વળતર ચૂકવે. એડવોકેટ જનરલે કોર્ટમાં જવાબ આપ્યો કે, બનાવ બાદ રાજ્યમાં બધે જ બોટિંગ બંધ કરાવ્યું.

ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, બનાવ બન્યો તે પછી શું સુધારાત્મક પગલા લીધા તે જાણવામાં હાલ કોર્ટને કોઈ રસ નથી. બનાવ બન્યો તે પહેલા શું ચેક અને બેલેન્સીસ રાખ્યા હતા તેનો કોર્પોરેશન એ ખુલાસો કરવો પડશે. અમે કોર્પોરેશનને નોટિસ ઈશ્યૂ કરી રહ્યાં છીએ કે કેવી રીતે કોન્ટ્રાક્ટ ઓપરેટ થઈ રહ્યો હતો. અમે કોર્પોરેશને શું કર્યુ એ સાંભળવા ઈચ્છુક નથી, તમે ૧૦૧ વસ્તુ બરોબર કરી હશે, પણ આ કેમ થયુ એ જાણવા માગીએ છીએ. કોર્પોરેશનમાં કોઈ જવાબદાર છે કે નહી કે પછી માત્ર કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે. 

હાઈકોર્ટે કહ્યું કે,  આ સુઓમોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવના બનાવ પૂરતો જ સીમિત નથી રહ્યો, રાજ્યના તમામ તળાવો અને સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે પણ કોર્ટ તપાસ કરાવશે.  હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ઈશ્યુ કરાઈ છે. કોર્ટે નોંધ્યું કે, કોર્પોરેશનનું અહીં કોઈ સુપરવિઝન નહોતું.  તમામ શાળાઓ માટે રાજ્ય સરકાર જરૂરી સૂચનાઓ જારી કરે. - ત્રણ અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા હુકમ કરાયો છે. 

હાઈકોર્ટે સ્કૂલ પ્રવાસ અંગે પણ કહ્યું કે, પ્રવાસન સ્થળ પર સ્કૂલ દ્વારા પ્રવાસ યોજાય તો ખાસ ધ્યાન રાખે. સરકાર અને સ્કૂલ સતાધીશો પ્રવાસન સ્થળ પર વિદ્યાર્થીઓને લઈ જતા ખાસ ધ્યાન રાખે. રાજયની તમામ સ્કૂલના સત્તાધીશોને હાઇકોર્ટનું સૂચન છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં 3 સપ્તાહ બાદ સુનાવણી થશે. 

વડોદરાના હરણી બોટકાંડમાં વધુ ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે ઘટનાના દિવસથી ફરાર નિલેશ જૈનને ઝડપી પાડ્યો છએ. માસૂમ બાળકોના 13 ગુનેગારો પોલીસની પકડમાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news