અંધશ્રદ્ધા VS વિજ્ઞાન: ક્યારેય વિચાર્યું છે કે ઘર હોય કે ઓફિસ કેમ લટકાવવામાં આવે છે લીબું-મરચાં?

Science Behind Lemon And Chili:  આજના ભણેલા ગણેલા લોકો ઘર કે દુકાનની બહાર લીંબુ-મચ્ચા લટકાવવા અંધ વિશ્વાસ માને છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના પાછળ સાઈન્સ છૂપાયેલું છે.

અંધશ્રદ્ધા VS વિજ્ઞાન: ક્યારેય વિચાર્યું છે કે ઘર હોય કે ઓફિસ કેમ લટકાવવામાં આવે છે લીબું-મરચાં?

Hanging Lemon and Chilies: આપણા ત્યાં આવી ઘણી પરંપરાઓ અહીં પ્રચલિત છે, જેનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ ઉપયોગી છે. જો કે, દરેક જણ આ પરંપરાઓ અથવા પ્રથાઓ પાછળના વૈજ્ઞાનિક અભિગમથી વાકેફ નથી. ઘર હોય કે ઓફિસ કે ગાડીની બહાર લીંબુ અને મરચા લટકાવવાનો એક એવો જ ટ્રેન્ડ છે, જે સદીઓથી ચાલતો આવે છે. સામાન્ય રીતે લોકો તેને અંધશ્રદ્ધા સાથે જોડે છે. એક સામાન્ય માન્યતા છે કે લીંબુ મરચા લટકાવવાથી ખરાબ નજર લાગતી નથી. નકારાત્મક શક્તિઓ દૂર રહે. પરંતુ આ સિવાય બીજું એક કારણ છે, જે વિજ્ઞાન સાથે સંબંધિત છે.

પ્રગતિમાં વિઘ્ન ન આવે
લોકો માને છે કે લીંબુ મરચાં લગાવવાથી વેપાર, ઘર, ગાડી વગેરેને નજર લાગતી નથી. પ્રગતિ, ધન-સમૃદ્ધિમાં વિઘ્ન આવતું નથે. ઉન્નતિ મળે રહે છે એટલા માટે લોકો ઘર અથવા દુકાનના મુખ્ય દરવાજા પર લીંબુ-મરચાં લટકાવે છે. તો બીજી તરફ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો લીબું-મરચાં લટકાવવાના ઘણા ફાયદા છે. 

કેટલાક લોકોનું માનવુ છેકે તેનાથી ખરાબ શક્તિઓ ઘરમાંથી દૂર રહે છે અને સભ્યોને કોઈ પરેશાની થતી નથી પણ આ બધી ફક્ત વાતો છે. હકીકતમાં લીંબૂ-મરચા લટકાવવાથી હવા શુદ્ધ થાય છે. જેનાથી બીમારીઓ દૂર રહે છે. લીંબૂનુ ઝાડથી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. પણ શહેરોનના દરેક ઘરમાં લીંબુનુ ઝાડ હોવુ શક્ય હોતુ નથી તેથી આવી પરિસ્થિતિમાં લોકો લીંબૂ-મરચાં લટકાવી લે છે. જેનાથી ઘરમાં આવનારી હવા શુદ્ધ થઈ જાય અને સભ્યો પર સકારાત્મક ઉર્જા પડે.

ઘરની બહાર લીંબૂ-મરચાં લટકાવવા માટે લીબૂમાં સોઈથી કાણું પાડવુ પડે છે. જેનાથી ભીની સુગંધ હવામાં ફેલાય જાય છે. આ ખુશ્બુથી કીડી-મકોડા જીવ જંતુ પણ દૂર રહે છે અને તાજી હવા મળવાથી કોઈ બીમારી થતી નથી પણ તેને દર અઠવાડિયે બદલવુ જોઈએ. કારણ કે લીંબૂ વાસી થવાથી તેમાથી દુર્ગંધ આવવા માંડે છે.

જંતુનાશક ગુણધર્મો
વિજ્ઞાન અનુસાર લીંબુ અને મરચામાં જંતુનાશક ગુણ હોય છે. તેણે દરવાજા પર લગાવવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. જ્યારે, વાસ્તુ દરવાજા પર લીંબુ અને મરચાના ઉપયોગ કરવાથી વાસ્તુ શાસ્ત્રને પણ સપોર્ટ મળે છે. વાસ્તુ અનુસાર આ બંનેને એકસાથે દરવાજા પર લટકાવવાથી નકારાત્મકતા આવતી નથી. તેનાથી ઘરની અંદર સકારાત્મકતાનો અનુભવ થાય છે. વાસ્તુ એવું પણ કહે છે કે ઘરના આંગણામાં લીંબુનું ઝાડ લગાવવું જોઈએ.

લીબું મરચાં લટકાવવાના લાભ
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લીંબુ અને મરચાને લટકાવવાના ઘણા ફાયદા છે. જોકે, લીંબુ એક ખાટો પદાર્થ છે અને મરચું ખૂબ મસાલેદાર છે. લીંબુની ખાટી અને મરચાની તીખીતાને કારણે જ્યારે તેને દરવાજા પર લટકાવવામાં આવે છે ત્યારે તેની ખાટી અને તીખી ગંધ માખીઓ, મચ્છરો અને જીવજંતુઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. આ રીતે ઘરના લોકો અનેક પ્રકારની બીમારીઓથી સુરક્ષિત રહે છે.

...એટલા માટે લાગતી નથી ખરાબ નજર
જેવો વ્યક્તિ ખાટા લીંબુ અને ગરમ મરચાં જુએ છે, તે તેનો સ્વાદ અનુભવવા લાગે છે, જેના કારણે તેનું ધ્યાન ભટકાઈ જાય છે. આ રીતે ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે. એટલા માટે કહેવાય છે કે લીંબુ અને મરચાં લટકાવવાથી ખરાબ નજર ઘર પર પડતી નથી. લીંબુ આસપાસના વાતાવરણને પણ તાજગી આપે છે. લીંબુ મરચામાં જંતુનાશક ગુણ હોય છે જેના કારણે તે પર્યાવરણને પણ શુદ્ધ રાખે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news