મારો પતિ નપુંસક છે મને સુખ નથી આપતો, પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર
વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં નેહા મહેતા (નામ બદલેલ છે)એ જણાવ્યું હતું કે મારા પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર છે અને તેઓ નપુંસક છે. લગ્ન પહેલાં આ વાત તેમણે છુપાવી હતી અને મારી સાથે લગ્ન કર્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: ગુજરાતના વડોદરામાં પતિ-પત્નીના સંબંધોને લઈને એક હાઈપ્રોફાઈલ કેસ સામે આવ્યો છે. એરફોર્સ અધિકારીની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેનો પતિ નપુંસક છે. લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ પતિએ તેની સાથે જુઠ્ઠુ બોલીને તેની નપુંસકતા છુપાવી છે. પત્નીનો આરોપ છે કે આટલું જ નહીં, પતિએ પોતાની નપુંસકતા છુપાવવા માટે તેને ઘરમાંથી ભગાડવા માટે હિંસાનો સહારો લીધો હતો.
વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં નેહા મહેતા (નામ બદલેલ છે)એ જણાવ્યું હતું કે મારા પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર છે અને તેઓ નપુંસક છે. લગ્ન પહેલાં આ વાત તેમણે છુપાવી હતી અને મારી સાથે લગ્ન કર્યા હતા. આ સમસ્યાને ઉકેલવા માટે સારવાર કરાવી રહ્યાં નથી. વડોદરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે એરફોર્સ અધિકારી સામે ગુનો નોંધ્યો છે.
શારીરિક શોષણનો આરોપ
પત્નીનો આરોપ છે કે પતિ વારંવાર તેનું શારીરિક શોષણ કરતો હતો. 15 ફેબ્રુઆરીના રોજ તેણી પર હુમલો કરવો અને તેણીના લગ્નની ચિંતામાં ફોજદારી ફરિયાદ નોંધાવવાને બદલે પોલીસની મદદ માગી હતી. બુધવારે જ્યારે તેણે તેને ફરીથી માર માર્યો ત્યારે તેણે ફરિયાદ નોંધાવી. પત્નીનો આરોપ છે કે તેણે મજબૂરીમાં આ પગલું ભર્યું છે.
2018માં એરેન્જ મેરેજ થયા હતા
પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે 2018માં એરેન્જ્ડ મેરેજ કર્યા હતા, પરંતુ જ્યારથી તે વડોદરા આવી હતી ત્યારથી તેની પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. પોલીસે આ કેસમાં મહિલાને હેરાન કરવા, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાની કલમો લગાવી છે. વડોદરા પોલીસે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે