વડોદરા બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટનો સુઓમોટો, કહ્યું- આ દુખદ ઘટના, ગૃહ વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ

મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યૂયમૂર્તિ અનિરૂદ્ધ માઈની પીઠે ઘટનામાં સુઓમોટો લીધો અને ઘટનાના સંબંધમાં કરવામાં આવેલી કાર્યવાહી પર ગૃહ વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો છે. 

વડોદરા બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટનો સુઓમોટો, કહ્યું- આ દુખદ ઘટના, ગૃહ વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ

અમદાવાદઃ વડોદરામાં તાજેતરમાં બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના સમયે હોડીમાં 34 લોકો સવાર હતા. આ ઘટના પર હાઈકોર્ટે સુઓમોટો લીધો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યૂયમૂર્તિ અનિરૂદ્ધ માઈની પીઠે ઘટના પર સુઓમોટો લીધો અને ઘટનાના સંબંધમાં કરવામાં આવેલી કાર્યવાહી પર ગૃહ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે આ દુર્ઘટનાને દુખદ અને પરેશાન કરનારી ગણાવી છે. 

પીઠે પોતાના આદેશમાં કહ્યું કે આ ઘટનાએ સામાન્ય લોકોને હચમચાવી દીધા છે. 
અમે રાજ્યના ગૃહ વિભાગના સચિવને આગામી નિર્ધારિત તારીખ સુધીમાં ગૃહ વિભાગના સોગંદનામા સાથે આ મામલે કરાયેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા આહ્વાન કરીએ છીએ. એડવોકેટ્સ એસોસિએશન (GHCAA)ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. આ સમય દરમિયાન, તેમણે 19 જાન્યુઆરીની ઘટનાને લગતા કેટલાક સમાચાર લેખો રજૂ કર્યા હતા. બેન્ચે સમાચાર લેખોની તપાસ કરી અને જાણવા મળ્યું કે તે એક દુ:ખદ ઘટના છે.

સૌથી દુખદ ઘટનાઓમાંથી એક
ચીફ જસ્ટિસ અગ્રવાલે કહ્યું કે આ ન માત્ર ચોંકાવનારી પરંતુ સૌથી દુખદ ઘટનાઓમાંથી એક છે. કોઈ બેદરકારી ચલાવી લેવાય નહીં. તેમણે કહ્યું કે કાયદામાં ઉલ્લેખ કરાયેલા સુરક્ષાના માપદંડોનું પાલન કરી આ પ્રકારની ઘટનાઓ પર સરળતાથી અંકુશ લગાવી શકાય છે. 

આ સાથે કોર્ટે તે સમાચાર પરેશાન કરતા ગણાવ્યા, જેમાં કહેવામાં આવ્યું હતું કો હોડીમાં સવાર બાળકોને લાઇફ જેકેટ આપવામાં આવ્યા નહીં. તેવામાં આ સુરક્ષાના માપદંડોનો ભંગ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે લોકો પિકનિક મનાવવા જઈ રહ્યાં હતા. આ દરમિયાન વડોદરાના હરણી તળાવમાં હોડી પલ્ટી ગઈ અને 12 બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news