ગુજરાત આરોગ્ય અગ્રસચિવમહીસાગરની મુલાકાત, ધમણ મુદ્દે મૌન સેવીને ગર્ભીત ઇશારો કર્યો?

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મહીસાગર જિલ્લામાં વધતા જતા કેસોને લઈ આજે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં જિલ્લાના તમામ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય સ્ટાફ સહિત કર્મચારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને નાથવા જયંતિ રવિએ કંટ્રોલ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
ગુજરાત આરોગ્ય અગ્રસચિવમહીસાગરની મુલાકાત, ધમણ મુદ્દે મૌન સેવીને ગર્ભીત ઇશારો કર્યો?

લુણાવાડા: ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મહીસાગર જિલ્લામાં વધતા જતા કેસોને લઈ આજે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં જિલ્લાના તમામ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય સ્ટાફ સહિત કર્મચારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને નાથવા જયંતિ રવિએ કંટ્રોલ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય કામગીરી ને બિરદાવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ભારત સરકાર તરફથી મળતી ટેસ્ટ કીટ ખામી વાળી હોય તેવું લાગતા ખોટી રીતે કેસો પોઝીટીવ બતાવી શકે છે તેવી આશંકાને લઈ અમે એ બધા ટેસ્ટને અન્ય બીજી લેબોરેટરી ફરીથી ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરી છે. જેથી કરીને શું કારણ છે તે બહાર આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ધમણના કાર્યરત હોવાના મુદ્દે મૌન સેવ્યું હતું. જો કે તેમણે ધમણ મુદ્દે ખંડન પણ નહોતું કર્યું જેથી એક પ્રકારનો ગર્ભિત ઇશારો જરૂર ગણાવી શકાય. તેમણે જણાવ્યું કે, કોરોના સાથે બધા જીવતા શીખી લઈએ અને જે નિયમો છે તે પણ પાળીએ જેથી કરીને કોરોનાને નાથી શકાય તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના ધીરે ધીરે બેકાબુ થઇ રહ્યો છે. તેવામાં માત્ર માધ્યમોમાં ચમકતા રહેતા હેલ્થ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓને હવે ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવ્યા છે. જેના પગલે અગ્ર આરોગ્ય સચિવ પણ દરેક જિલ્લાની મુલાકાત તબક્કાવાર લઇ રહ્યા છે. ખાસ કરીને એવા જિલ્લાઓ કે જ્યાં નાટ્યાત્મક રીતે કેસ વધ્યા હોય ત્યાં વધારે ફોકસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news