ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સરકારી શાળા છે ગુજરાતમાં! નવતર પ્રયોગ દ્વારા ભણાવાય છે ગણિતનો અભ્યાસ

છેલ્લા પાંચ વર્ષથી આ નવતર પ્રયોગ દ્વારા આ પ્રકારે ગણિત વિદ્યાર્થીઓને શીખવાય છે. જે પરિવર્તન પણ જોવા મળ્યું અને વિદ્યાર્થીઓને ગણિત જેવા અઘરા વિષયમાં રસ રુચિ પણ વધી છે.

ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સરકારી શાળા છે ગુજરાતમાં! નવતર પ્રયોગ દ્વારા ભણાવાય છે ગણિતનો અભ્યાસ

અશોક બારોટ/જૂનાગઢ: શિક્ષક કભી સાધારણ નહી હોતા, ચાણક્યનું આ વાક્ય જુનાગઢની સરકારી શાળાના શિક્ષકે સાબિત કરી દેખાડ્યું છે. ગણિત જેવા અઘરા મનાતા વિષયને સરળતાથી કઈ રીતે વિદ્યાર્થીને સમજાવવો તે જુનાગઢના શિક્ષક અતુલ ચૌહાણ એ પોતાના નવતર પ્રયોગ દ્વારા સાબિત કર્યું છે. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી આ સરકારી શાળામાં ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષથી આ નવતર પ્રયોગ દ્વારા આ પ્રકારે ગણિત વિદ્યાર્થીઓને શીખવાય છે. જે પરિવર્તન પણ જોવા મળ્યું અને વિદ્યાર્થીઓને ગણિત જેવા અઘરા વિષયમાં રસ રુચિ પણ વધી છે. વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારની ગમ્મત સાથે જે તેમને ગણિતનો અભ્યાસ કરાવવામાં આવે છે. તેનાથી તેમને મન હવે ગણિત વિષય સહેલો બની ગયો છે. 

આ સરકારી શાળામાં કુલ 421 વિદ્યાર્થીઓ એકથી આઠ ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે બાર શિક્ષકોનું કુલ મહેકમ છે. ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી આ સરકારી શાળાની જેમ અન્ય સરકારી શાળામાં પણ આ મુજબ શિક્ષણ આપવાનું હાથ ધરાઇ તો સરકારી શાળાનો સુવર્ણ યુગ ફરી પાછો આવી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news