લવ જેહાદને લઈ ગુજરાત સરકાર એક્શનમાં, તમારા 'બાબુ-સોના' ને લઈને હોટલમાં જતા હોય તો સાવધાન!
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, લવ જેહાદ મામલામાં સરકાર ખુબ ગંભીર છે. જેથી પોલીસને દરેક હોટલમાં જઇ ચેકિંગના આદેશ આપ્યા છે. તેમજ વડોદરાની ઘટનામાં ફરિયાદ નોંધવા પોલીસને તપાસના આદેશ આપ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં એક પછી એક લવજેહાદના કિસ્સાઓ સામે આવતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. લવ જેહાદના ષડયંત્રોને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ઘર ઘર સંપર્ક દરમિયાન લોકોમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે. નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે સરકાર ખૂબ ગંભીર હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની પોલીસને દરેક હોટલમાં જઈ ચેકીંગ કરવાના આદેશ આપ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લારી પર ફરીને રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપી છે. વડોદરાની ઘટનામાં મે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા. અરવલ્લીની ઘટનામાં પણ પરિવાર તૈયાર ન થતાં સરકાર ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ હર્ષ સંઘવીએ લોકસભામાં ભાજપ તમામ 26 બેઠક મોટા માર્જીનથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકોએ ફરી એકવાર ભાજપ સરકાર બનાવવાનું મન બનાવ્યું છે.
હર્ષ સંઘવીનું નિવેદન
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, લવ જેહાદ મામલામાં સરકાર ખુબ ગંભીર છે. જેથી પોલીસને દરેક હોટલમાં જઇ ચેકિંગના આદેશ આપ્યા છે. તેમજ વડોદરાની ઘટનામાં ફરિયાદ નોંધવા પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. તેમજ સરકારની બે એજન્સી તપાસ કરી રહી છે. વધુમાં વધુમાં જણાવ્યું કે, દીકરીઓના પરિવારને વિનંતી છે કે હિંમત કરીને આગળ આવે અને પરિવારનું નામ અને ઓળખ ગુપ્ત રાખીશું.
તમામ હોટલોમાં ચેકિંગ
તેમણે ઉમેર્યું કે, માત્ર વડોદરા પુરતો જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં લવજેહાદના કિસ્સાઓ ન બને તે માટે તમામ હોટલોમાં ચેકિંગ ચાલુ છે. તેમજ આ પ્રકારની ઘટના કોઈના પણ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણકારી આપવી અમે આ બાબતે ખૂબ ગંભીરતા પૂર્વક પગલા ભરવા માટે મક્કમ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે