BJP રાજમાં ખાનગી સ્કૂલોવાળાને ઘી-કેળા, 2 વર્ષમાં 1287 ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવાની મંજૂરી આપી

ગઈકાલે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર શિક્ષણ મંત્રીએ જે આંકડા આપ્યા તે ચોંકાવનારા હતા. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કરતાં ખાનગી શાળાઓને વધુ મંજૂરી આપવામાં આવી છે. 1 સરકારી સામે 10 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આમ, રેશિયો જોઈએ તો સરકારી સ્કૂલોની સરખામણીમાં ખાનગી સ્કૂલોને વધુ મંજૂરી મળી છે. જેથી રાજ્યમાં શિક્ષણનું કેટલી હદે ખાનગીકરણ થઈ રહ્યું છે તેનો આ બોલતો પુરાવો છે.

BJP રાજમાં ખાનગી સ્કૂલોવાળાને ઘી-કેળા, 2 વર્ષમાં 1287 ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવાની મંજૂરી આપી

અમદાવાદ :ગઈકાલે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર શિક્ષણ મંત્રીએ જે આંકડા આપ્યા તે ચોંકાવનારા હતા. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કરતાં ખાનગી શાળાઓને વધુ મંજૂરી આપવામાં આવી છે. 1 સરકારી સામે 10 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આમ, રેશિયો જોઈએ તો સરકારી સ્કૂલોની સરખામણીમાં ખાનગી સ્કૂલોને વધુ મંજૂરી મળી છે. જેથી રાજ્યમાં શિક્ષણનું કેટલી હદે ખાનગીકરણ થઈ રહ્યું છે તેનો આ બોલતો પુરાવો છે.

જોધપુર ગામમાં અડધી રાત્રે અંધાધૂંધ ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યો

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1287 ખાનગી શાળાઓની સામે સરકારે માત્ર 122 સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું ભયાનક હદે ખાનગીકરણ થઈ ગયું છે. વાલીઓ પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં એડમિશન અપાવતા નથી, કારણ કે સરકારી સ્કૂલોનું શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. તેની સામે ખાનગી સ્કૂલો તગડી ફી વસૂલીને બાળકોને શિક્ષણ આપે છે, જેથી વાલીઓ ખાનગી સ્કૂલો તરફ વળે છે. પરંતુ સરકાર પણ સરકારી સ્કૂલોના વિકાસ માટે કોઈ પ્રયાસો કરતી નથી. જેને પરિણામે સરકારી સ્કૂલો ખાલીખમ રહે છે. સામે સરકાર પણ સરકારી સ્કૂલોનું સ્તર ઉંચુ લાવવામાં નિરસ દેખાઈ રહી છે. કારણ કે, તેને ખાનગી સ્કૂલોમાંથી મલાઈ મળી રહે છે. 

ખાનગી સ્કૂલો પાસેથી માતબર રૂપિયા વસૂલીને શિક્ષણ ખાતા દ્વારા વધુને વધુ ખાનગી સ્કૂલોને મંજૂરી આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે, છેલ્લા બે વર્ષમાં 1287 ખાનગી પ્રાથમિક શાળા સામે સરકારે માત્ર 122 સ્કૂલો શરૂ કરી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 211, સુરતમાં 140 અને રાજકોટમાં 129 ખાનગી શાળાઓને મંજૂરી આપી છે. જે બતાવે છે કે, સરકાર ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપે છે. તેથી જ ગઈકાલે ગૃહમાં કોંગ્રેસે ખાનગીકરણને સરકારના પ્રોત્સાહનનો આરોપ લગાવ્યો છે.

ગઈકાલે વિધાનસભામાં કોંગ્રેસના સવાલ પર શિક્ષણમંત્રીએ કેટલી કોલેજોને મંજૂરી આપી છે તેની પણ માહિતી આપી હતી. જેમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમા સરકારે એકમાત્ર ખેડા જિલિલામાં એક જ સરકારી કોલેજને મંજૂરી આપી છે. તો તેની સામે બે વર્ષમાં 40 ખાનગી કોલેજને મંજૂરી આપી છે. ગુજરાતમાં આર્ટસ, કોમર્સ, સાયન્સની કુલ 864 કોલેજો આવેલી છે, જેમાંથી સરકારી કોલેજો તો માંડ 100 છે, પણ ગ્રાન્ટેડ 309 અને સૌથી વધુ 455 ખાનગી કોલેજો છે. સરકારે જેટલી ખાનગી સ્કૂલોને મંજૂરી આપી છે, તેના કરતા ઓછી સરકારી સ્કૂલોને મંજૂરી આપી છે. સૌથી વધુ ખાનગી કોલેજ ભાવનગર, રાજકોટ અને સુરત જિલ્લામાં છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news