સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય, બિલમાં કરાયા મોટા ફેરફાર

Smart Meter Protest : સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવાનો નિર્ણય લેવાયો છે.... જૂના પેન્ડિંગ બીલની રકમ અલગથી બિલ વસૂલવામાં આવશે... જો કે હવે પેન્ડિંગ જૂના બિલોની રકમ અલગથી વસૂલવામાં આવશે

સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય, બિલમાં કરાયા મોટા ફેરફાર

Gujarat Government Big Decision : સ્માર્ટ મીટર માટે ગામેગામે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ સરકાર સ્માર્ટ મીટર લગાવવા મક્કમ છે. સ્માર્ટ મીટરના અમલવારી માટે ગુજરાત સરકાર સતત નવા નિર્ણય લઈ રહી છે. ત્યારે હવે સ્માર્ટ વીજ મીટર વિવાદ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવાનો ઉર્જા વિભાગે નિર્ણય કર્યો છે.

સ્માર્ટ મીટરનાં દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી. એક-એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી. જેનાં કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઉભી થઈ હોવાનું તારણ આવ્યું છે. જેને કારણે હવે ઉર્જા વિભાગે નવો નિર્ણય લીધો છે. 

 

પેન્ડિંગ જુના બિલોની રકમ અલગથી વસૂલાશે
ઉર્જા વિભાગે નક્કી કર્યું કે, સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવામાં આવે. જુના પેન્ડિંગ બીલની રકમ અલગથી બિલ દ્વારા વસૂલવામાં આવશે. જૂના બિલની રકમ રિચાર્જ કરાયેલ સ્માર્ટ મીટરમા કપાતી હોવાને કારણે લોકોમાં ગેરસમજ થઈ હોવાનું તારણ સામે આવ્યું છે. જુના પેન્ડિગ બિલની રકમ હોય તેના 180 હપ્તા કરવામા આવ્યા હતા. 180 હપ્તાને સ્માર્ટ મીટરના દરરોજની વપરાશની રકમ સાથે એક-એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી. જેના કારણે ગ્રાહકોને સ્માર્ટ મીટર વધારે વીજ વપરાશ દર્શાવતું હોવાની ગેરસમજ ઉભી થઇ હતી. જો કે હવે પેન્ડિંગ જુના બિલોની રકમ અલગથી વસૂલવામાં આવશે.

સ્માર્ટ મીટર છે શું? કેમ તેનો થઈ રહ્યો છે વિરોધ?
સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી.

મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.

જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું?
શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું.

સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી. પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.

સરકારી ઓફિસોમાં લગાવાશે સ્માર્ટ મીટર
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. 

નવા મીટરની સાથે જૂના મીટર પણ લાગશે
હાલમાં રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈને જાહેરાત કરી હતી કે, સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવાશે. લોકોની ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવા નિર્ણય કરાયો છે. સ્માર્ટ મીટર સાથે માંગણી કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news