મોટી જાહેરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCને 27 ટકા અનામત, SC-ST અનામતમાં ફેરફાર નહીં

OBC News : OBCને 27 ટકા અનામતની ભલામણર... સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત... SC-STના અનામતમાં ફેરફાર નહીં
 

મોટી જાહેરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCને 27 ટકા અનામત, SC-ST અનામતમાં ફેરફાર નહીં

Importance of OBC Community in Gujarat : OBC અનામતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં રજૂ કરાયો હતો. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27% અનામત જાહેર કરાઈ છે. જે અગાઉ 10 ટકા બેઠક હતી. તેમજ સૌથી મોટી વાત એ છે કે, SC-STમાં બેઠકમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઝવેરી પંચના ભલામણનો અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આ જાહેરાત બાદ ઓબીસી સમાજના નેતાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. સરકારની આ જાહેરાતથી ઓબીસી સમાજના લોકોનું પ્રતિનિધિત્વ વધશે. આવનારા સમયમાં મહાનગરપાલિકા, નગરપાલિકામાં ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ વધશે. આ જાહેરાત બાદ કમલમમાં ઢોલ નગારા વગાડીને ખુશી વ્યક્ત કરાઈ હતી. 

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણી કરાઈ છે, ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ છે. ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ છે. વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2023

 

ઋષિકેષ પટેલે જણાવ્યું કે, 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસ્તી 50 ટકા કરતાં વધારે છે. આ વિસ્તારમાં વસ્તી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. 10 બેઠકો ઓબીસીને આપીએ છીએ તે ચાલુ રહેશે. જો 25થી 50 ટકા વસ્તી હશે તો નિયમ પ્રમાણે બેઠક આપવી એટલે ઓબીસી બેઠક ઘટી જાય એમ છે, એટલે એવા કિસ્સામાં સરકારે 10 ટકા અનામત યથાવત રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ 27 ટકા એ 50 ટકા કરતા વધે નહીં તે જોવામાં આવશે. બાકીનો રહેલો ગેપ આપીએ છીએ. કુલ બેઠકના 50 ટકા બેઠક અનામત એટલે કે 27 ટકા અનામત સાથે થાય છે. 

કોંગ્રેસે વિરોધ કરતા જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ચુકાદાના આધારે આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ અનામતની જોગવાઈ હતી. તેના બદલે દરેક રાજ્ય પોતાના વિસ્તારોમાં ઓબીસીની કેટલી વસ્તી છે તેને ગણતરી કરાવે અને તેનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવે, અને ત્યાર બાદ અનામતની જોગવાઈ લાગુ કરાવની વ્યવસ્થા કરાય. ગુજરાત સરકારે આટલા વર્ષોમાં કોઈ કાર્યવાહી ન કરી. ઓબીસી સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરાયો હતો. જેના બાદ ઝવેરી પંચ બનાવવાની ફરજ કરાઈ હતી. તેના માટે આયોગ બનાવાયું. 90 દિવસમાં રિપોર્ટને બદલે બે વાર મુદત વધારાઈ. વિધાનસભામાં પણ અમે રજૂઆત કરી હતી. આ રિપોર્ટને કારણે ઓબીસી સમાજને અન્યાય થાય છે. આ જાહેરાતથી સ્પષ્ટ દેખાય છે કે સરકારનો હેતુ સારો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news