ફેનિલની ફાંસીની સજા યથાવત્ રાખવા હાઇકોર્ટમાં અરજી કરાઈ

સુરતની દીકરી ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનીલની ફાંસીની સજા યથાવત રાખવા હાઈકોર્ટમાં માંગ કરાઈ છે. સરકારે હાઇકોર્ટમાં આ મામલે અરજી કરી છે. તો સાથે જ સુરત સેશન્સ કોર્ટે પણ ફાંસીની સજાની બહાલીની અપીલ કરી છે. 
ફેનિલની ફાંસીની સજા યથાવત્ રાખવા હાઇકોર્ટમાં અરજી કરાઈ

ચેતન પટેલ/સુરત :સુરતની દીકરી ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનીલની ફાંસીની સજા યથાવત રાખવા હાઈકોર્ટમાં માંગ કરાઈ છે. સરકારે હાઇકોર્ટમાં આ મામલે અરજી કરી છે. તો સાથે જ સુરત સેશન્સ કોર્ટે પણ ફાંસીની સજાની બહાલીની અપીલ કરી છે. 

સુરતમાં બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયણીની ફાંસીની સજાનો મામલે સેસન્સ કોર્ટે ફાંસીની સજાની બહાલીની હાઈકોર્ટમાં અપીલ કરી છે. ફેનિલના સજાના તમામ ડોક્યુમેન્ટ હાઇકોર્ટ મોકલવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટના સજા સંભળાવ્યા સાત દિવસમાં રિપોર્ટ કરવાનો હોય છે. તો રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત રાખવા અરજી કરી છે. 

ફેનિલને થઈ છે ફાંસીની સજા
મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જે મામલે ફેનિલ દોષિત જાહેર થયો છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. તેના બાદ 5 મેના રોજ સેશન્સ કોર્ટે ફેનિલને ફાંસીની સજા સંભળાવી હતી. ગ્રીષ્માના હત્યારા ફેનિલને જેલમાં કેદી નંબર 2231 મળ્યો છે. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news