ગુજરાત સરકારની વેપારીઓને મોટી રાહત, રસીકરણ અંગેની વેપારીઓની સૌથી મોટી માંગ સ્વીકારી

ગુજરાત (Gujarat) માં વેપારી, ફેરિયા, હોટેલ- રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમોના માલિકો, સંચાલકો અને સ્ટાફને કોવિડ-19 (Covid 19)  સામેની વેક્સિન (Vaccine) લેવા માટે 31 જુલાઈને શનિવારે છેલ્લો દિવસ હતો. રસી ન લેનાર વેપારી 1 ઓગસ્ટથી ધંધો કરી શકશે નહી તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે રસીની અછત અને વેપારીઓની ઉદાસીનતા બંન્નેના કારણે હજી મોટા પ્રમાણમાં વેપારીઓ રસીકરણથી વંચિત છે. જેના કારણે વેપારી એસોસિએશનની માંગ હતી કે, રસીકરણ અંગેની તારીખ લંબાવવામાં આવે. જેના પગલે સરકાર દ્વારા વેપારીઓ માટે ફરજીયાત રસીકરણની તારીખ લંબાવીને 15 તારીખ કરી દેવામાં આવી છે. 
ગુજરાત સરકારની વેપારીઓને મોટી રાહત, રસીકરણ અંગેની વેપારીઓની સૌથી મોટી માંગ સ્વીકારી

મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાત (Gujarat) માં વેપારી, ફેરિયા, હોટેલ- રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમોના માલિકો, સંચાલકો અને સ્ટાફને કોવિડ-19 (Covid 19)  સામેની વેક્સિન (Vaccine) લેવા માટે 31 જુલાઈને શનિવારે છેલ્લો દિવસ હતો. રસી ન લેનાર વેપારી 1 ઓગસ્ટથી ધંધો કરી શકશે નહી તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે રસીની અછત અને વેપારીઓની ઉદાસીનતા બંન્નેના કારણે હજી મોટા પ્રમાણમાં વેપારીઓ રસીકરણથી વંચિત છે. જેના કારણે વેપારી એસોસિએશનની માંગ હતી કે, રસીકરણ અંગેની તારીખ લંબાવવામાં આવે. જેના પગલે સરકાર દ્વારા વેપારીઓ માટે ફરજીયાત રસીકરણની તારીખ લંબાવીને 15 તારીખ કરી દેવામાં આવી છે. 

રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા તા.૩૧ જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે તા.૧પ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. જેના કારણે હવે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, GCCI દ્રારા 31 જુલાઇની મર્યાદાને 15 ઓગસ્ટ સુધી લંબાવવા માટે માંગ કરી હતી. સમય મર્યાદા ઓછી પડતી હોવાથી વધુ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી. 50 ટકા ઉપર વેપારીઓનું રસીકરણ (Vaccination) પુરૂ થઇ ગયું હોવાનો અંદાજ છે. શહેરના વેક્સીનેશન સેન્ટરો (Vaccination Center) પર વેપારીઓની ભીડ જોવા મળી રહી હતી. મણિનગરના સ્વામિનાયરણ વેક્સીનેશન સેન્ટર (Vaccination Center) પર લાંબી લાઇનો જોવા મળી હતી. 

31 મી જુલાઈ અને શનિવારે રસીકરણ કેન્દ્ર ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.  વાણિજિયક સંસ્‍થાઓ, લારી-ગલ્‍લાઓ, શોપિંગ કોમ્‍પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્‍યુટી પાર્લર, રેસ્‍ટોરેન્‍ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્‍ય વ્‍યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ લાભાર્થીઓ, જીમ, વાંચનાલયો, કોચીંગ સેન્‍ટરો, ટયુશન કલાસીસ, પબ્‍લિક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્‍સપોર્ટના ડ્રાઈવર, કંડકટર તેમજ અન્‍ય સ્‍ટાફ, રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સપોર્ટ સ્‍ટાફ ગ્રાઉન્‍ડ, સિનેમા થિયેટરો ઓડીટેરીયમ એસ્‍મેબલી હોલ, મનોરંજન સ્‍થળો, વોટરપાર્ક, તથા સ્‍વિમીંગ પુલ વગેરેના ઉપરોકત તમામ માલિકો, સંચાલકો, કમર્ચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્‍યકિતઓને કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ તારીખ ૩૧-૭-ર૧ના રોજ લેવાનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news