કપાસનો ભાવ જોઈ ખેડૂતો રડ્યા, ભાવ વધે તેની રાહ જોઈને ઘરમાં સાચવવા પડે છે
Gujarat Farmers Problem : ગુજરાતમાં કપાસની ખેતી કરનારા ખેડૂતોના નસીબમાં હવે રડવાનો વારો આવ્યો છે, કારણ કે માર્કેટમાં જે ભાવ મળી રહ્યો છે તેનાથી તેમને ખેતીનો ખર્ચો પણ નીકળી નથી રહ્યો
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ : એક તરફ ગૂજરાતના ખેડૂતો હોંશેહોંશે કપાસ પકવી રહ્યાં છે, તો બીજી તરફ કપાસના નીચે ઉતરી રહેલા ભાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કપાસના ભાવમાં જે રીતે કડાકો થયો છે, તે જોતા ખેડૂતોના આંખમાંથી હવે માત્ર આસું આવવાના બાકી રહી ગયા છે. કપાસનો ભાવ જોઈ ખેડૂતો રડ્યા, ભાવ વધે તેની રાહ જોઈને હવે કેટલાય ખેડૂતો કપાસને ઘરમાં સાચવવા મજબૂર બન્યા છે.
બોટાદના ગઢડાના ઉગામેડી ગામના ખેડુતો કપાસના ભાવ ઘટવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઉગામેડી એકજ ગામમા એક લાખ મણ જેટલો કપાસ ખેડુતોના ઘરમાં પડ્યો છે. ત્યારે સરકાર દ્વારા કપાસની નિકાસમાં વધારો કરાય અને કપાસના ૨૦૦૦ કરતા વધારે ભાવ આપવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે. બોટાદ જિલ્લો જે ચાર તાલુકાનો નાનો જિલ્લો છે. બોટાદ જિલ્લામાં ખેડુતો મુખ્ય કપાસની ખેતી કરે છે. ત્યારે ચાલુ વર્ષે કપાસના ભાવ નીચા હોવાના કારણે ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે અને કપાસનો જથ્થો ઘરે સાચવી રાખ્યો છે. ત્યારે કપાસના ભાવ વધે તેની રાહ જોઈને ખેડૂતો બેઠા છે.
આ ભાવમાં ખેતીનો ખર્ચ પણ નીકળતો નથી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામની. ઉગામેડી એકજ ગામમા એક લાખ મણ જેટલો કપાસ ખેડુતોના ઘરમાં પડ્યો છે. કારણ કપાસના ભાવ જે ૧૫૦૦ થી ૧૬૦૦ છે જેથી ખેડુતોને પોસાય તેમ નથી. કારણ કે, કપાસની ખેતીમાં હાલ બિયારણ, ખાતર, દવા, અને મજુરી કામમાં બહુજ ખર્ચ થતો હોય છે. જેથી ૧૫૦૦ કે ૧૬૦૦ રૂપિયાનો ભાવના કારણે ખેડુતોને કપાસની ખેતીમા કરેલ ખર્ચ પણ ઉપડે નહી અને ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જયારે ગત વર્ષે કપાસના ભાવ ૧૮૦૦ થી ૨૦૦૦ સુધીના હતા, જેથી ખેડુતોને પોસાય તેમ હતું. પરંતુ ચાલુ વર્ષે ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયા કપાસના ભાવ છે અને જેથી ખેડુતોને ખર્ચ પણ નીકળે તેમ નથી. જેથી ઉગામેડી ગામના ખેડુતોએ પોતાના ઘરે, ગોડાઉનમાં કપાસ રાખી મુક્યો છે અને ભાવ વધે તેની ખેડુતો રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો :
કપાસના ભાવમાં કડાકો થવાના કારણ શું
ચાલુ વર્ષે કપાસના ભાવ ઘટવાના કારણે ખેડુતોમાં ચિંતાનો વધારો થયો છે. હાલમાં જે કપાસના ભાવ છે તે ખેડુતોને બિલકુલ પોસાય તેમ નથી. બીજુ કારણ એ પણ છે કે, સરકાર દ્વારા આયાતમાં છુટ આપી છે, જેથી બહારથી મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે. આ કારણે કપાસના ભાવ ગગડયા હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. પરંતુ જો સરકાર દ્વારા નિકાસમાં વધારો કરે તો કપાસના ભાવમાં વધારો થાય તેવુ પણ ખેડુતો માની રહ્યા છે. ત્યારે કપાસનો ભાવ ૨૦૦૦ કે તેથી વધારે હોય તો ખેડુતોને તકલીફ ન પડે, જેથી સરકાર કપાસના ભાવને લઈને કોઈ નિર્ણય કરે અને કપાસના 2000 થી વધારે ભાવ મળે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.
તાજેતરમાં જ સાબરકાંઠાના વડાલીના જેતપુરકંપાના ખેડૂતે કરી ૧૫૦ મણ કપાસ સળગાવવાની લેખિત માંગ કરી હતી. ૧૫ જાન્યુઆરીના રોજ વડાલી માર્કેટયાર્ડ પાસે સળગાવવાની કલેક્ટર પાસે પરવાનગી માંગી છે. કપાસમાં ભાવ ગગડતા ખેડૂતની જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે. કપાસના ૧૬૦૦ થી પણ ઓછા ભાવ થતા ખેડૂતો લાલઘુમ બન્યાં છે. ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછો મળે છે. ત્યાર કપાસના ભાવ ઓછા થતાં ગુજરાતભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે