હું મેટ્રિકમાં ત્રણવાર નાપાસ થયો છું... આવુ કહીને મોરારીબાપુએ વિદ્યાર્થીઓને આપી મોટી સલાહ

Morari Bapu : ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં મોરારીબાપુએ વિદ્યાર્થીઓને ગુરુ જ્ઞાન આપ્યું...
 

હું મેટ્રિકમાં ત્રણવાર નાપાસ થયો છું... આવુ કહીને મોરારીબાપુએ વિદ્યાર્થીઓને આપી મોટી સલાહ

Panchmahal News જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : પંચમહાલમાં આજે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહ યોજોયા હતો. જેમાં પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં મોરારીબાપુએ નાપાસ થતા વિદ્યાર્થીઓને મોટી સલાહ આપી હતી. તેઓએ કહ્યુ હતું કે, હું મેટ્રિકમાં ત્રણ વખત નાપાસ થયો છું. આજના વિદ્યાર્થીઓ સીધા સીધા ઘરે જતા નથી. વાયા વાયા ઘરે જાય છે કોઈ પાનના ગલ્લે કે અન્ય જગ્યાઓ જઇ ને પછી ઘરે જાય છે. 

દીક્ષાંત સમારોહમાં પોતાના સંબોધનની શરૂઆતમાં મોરારીબાપુએ કાર્યક્રમમાં ફેરબદલ કરવા બદલ ઓડિયન્સની માફી માંગી હતી. તેઓએ કહ્યું કે, હું ઉત્તરાખંડ હતો અને ત્યાં વાતાવરણ બગડ્યું, હું કોઈ કાળે સમયસર પહોંચી શકું તેમ ન હોતો, ત્યારે મારા કારણે જે સમયમાં ફેરફાર કરવા માં આવ્યો છે તેના માટે આપ સૌની માફી માંગુ છું. તો પોતાનું વકતવ્ય આગળ વધારતા તેઓએ વિદ્યાર્થીઓને કહ્યું કે, તેજ અને ત્યાગની આ ભૂમિને હું પ્રણામ કરું છું. માનગઢની આ ભૂમિ અને ગોવિંદ ગુરુને પણ નમન કરું છું. સ્ટેજ પર ઉપસ્થિત સૌનું સ્વાગત અને પદવી લેનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા. આ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને હું પહેલેથી જાણું છું. અહીના સુવ્યવસ્થિત આયોજન અને સ્વયં શિસ્તથી હું પ્રભાવિત છું. આટલી શાંતિથી જે વિદ્યાર્થીઓ બેઠા છે તે આ દેશ માટે ખૂબ જ સારી નિશાની છે. રામકથામાં અમે હજારો લોકોને સંબોધતા હોઈએ છીએ, તેમાં શિસ્તા અને શાંતિ રહે છે. પરંતુ યુવાનોના કાર્યક્રમમાં આટલી સ્વંય શિસ્ત આને શાંતિ કોલેજના યોગ્ય વસ્થતાના આધારે છે. એક સ્ટેજ સિદ્ધ કારયુ હોય ત્યારે જ આવી શાંતિ દેખાય. યુનિવર્સિટીના સંચાલકોની આસ્થાનુ આ ફળ છે. આટલી શાંતિ રાખીન બેસ્યા છો તે દેશ માટે મોટી શુકનની ઘડી છે. નહિ તો યુવાનોને શાંતિ રાખવા, તેમાં પણ કોલેજના યુવાનોનો શાંત રાખવલા કુલપતિઓ જ જાણે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 26, 2023

તેઓએ આગળ કહ્યું કે, હુ મેટ્રિકમાં નાપાસ થયેલો માણસ છું, મને મારી મહુવાના પારેખ કોલેજમાં વાર્ષિક દિવસે કહેવા આવ્યા કે તમે આવો. મેં એ લોકોને વિનયથી કહ્યું હતું કે, મને રહેવા દો. કારણ કે, હુ મેટ્રિકમાં નાપાસ માણસ ત્યા આવીને શું કરુ. હાઈસ્કૂલમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ મજાક કરે  કે, કારણ કે તે ઉંમર જ એવી છે. તેમાં મારા જેવા સાધુને લઈ જાઓ તો શુ કામ ફજેતી કરાવો છતાં. છતા તેમના આગ્રહ પર હુ ગયો. મને થયુ કે હુ જઉં. ત્યા શાંતિથી આખો હોલ ભરાયેલો હતો. મેં ત્યા કહ્યું કે, મેં હાઈસ્કૂલમાં ભણવા તલગાજરડાથી મહુવા જાઉ તો માતાએ કહ્યુ હોય તો શાકભાજી લેતો આવું. પહેલા એમ કહેવાતુ કે, નિશાળેથી ઘરે અને ઘરથી નિશાળ. વાયા વાયા ક્યાય જવુ નહિ. વિદ્યાર્થીઓ ઘરેથી નીકળે એટલે કોલેજ, યુનિવર્સિટીથી પાછા ઘરે ફરે. પરંતું આજના વિદ્યાર્થીઓ સીધા સીધા ઘરે જતા નથી. વાયા વાયા ઘરે જાય છે કોઈ પાનના ગલ્લે કે અન્ય જગ્યાઓ જઇ ને પછી ઘરે જાય છે. એમાં એક વિદ્યાર્થી બોલ્યો કે, બાપુ તમે અમને એમ કહો છો કે અમે વાયા વાયા જાઓ છો. પણ તમારી લાઈનમાં બેઠેલા પ્રોફેસરો પણ વાયાા વાય આવે છે. વિદ્યાર્થીએ વ્યંગ બાણ માર્યો હતો. તે વિદ્યાર્થીની વાતમાં પણ સત્ય હતું. 

મોરારી બાપુએ એમ પણ કહ્યું કે, આપણા દેશની યુનિવર્સિટીમાં હુ બધે ફર્યો છું. નાલંદા, તક્ષશિલા કેવી હશે. ફળ જોઈને કહી શકાય કે આંબો કેવો હશે. આજે ફળ જોઈ રહોય છું. તમારા પદવી મેળવીને જગતને રસ વહેંચવાનો છે. 
 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 26, 2023

પંચમહાલના તમામ ધારાસભ્યો, સાંસદ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા સહિત અનેક અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મેડલ તેમજ પદવી એનાયત કરાયા હતા. આ પ્રસંગે પ્રફુલ પાંનસેરિયાએ કહ્યુ હતું કે,  ધર્મસત્તા પહેલા છે પછી રાજસત્તા આવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news