Gujarat Exit poll: તો જામ ખંભાળિયાથી ચૂંટણી હારી રહ્યાં છે ઈસુદાન ગઢવી? એક્ઝિટ પોલનું ચોંકાવનારૂ તારણ

Gujarat Election 2022 ગુજરાતમાં બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે લોકો 8 ડિસેમ્બરે થનારી મત ગણતરીની રાહ જોઈ રહ્યાં છે. આ પહેલાં સામે આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની રહી છે. 

Gujarat Exit poll: તો જામ ખંભાળિયાથી ચૂંટણી હારી રહ્યાં છે ઈસુદાન ગઢવી? એક્ઝિટ પોલનું ચોંકાવનારૂ તારણ

અમદાવાદઃ Gujarat Exit poll: ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે દરેક લોકો 8 ડિસેમ્બરની રાહ જોઈ રહ્યાં છે. ગુરૂવારે રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી થવાની છે. તે પહેલાં સામે આવેલા એક્ઝિટ પોલ જણાવી રહ્યાં છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સાતમી વખત સત્તામાં વાપસી કરી રહી છે. તો કોંગ્રેસ બીજા નંબરે અને આમ આદમી પાર્ટી ત્રીજા નંબરે રહેશે. તો એક્ઝિટ પોલમાં કેટલાક મોટા નેતાઓની જીત-હારની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે. 

શું થશે ઈસુદાન ગઢવીનું? 
ઈસુદાન ગઢવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા હતા. ઈસુદાન ગઢવીએ જામ ખંભાળિયા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી છે. ઈસુદાન ગઢવીની ટક્કર આ સીટ પરથી ધારાસભ્ય રહેલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ સામે હતી. તો ભાજપે અહીંથી મુખુભાઈ બેરાને ટિકિટ આપી હતી. એટલે કે આ સીટ પર ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. પરંતુ એક્ઝિટ પોલમાં જે વાત સામે આવી છે, તેનાથી આમ આદમી પાર્ટીને ઝટકો લાગી શકે છે. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ પ્રમાણે જામ ખંભાળિયા સીટ પરથી ઈસુદાન ગઢવી ચૂંટણી હારી શકે છે. 

જો અન્ય મોટા નેતાઓની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા વરાછા રોડ સીટથી ચૂંટણી જીતી શકે છે. કતારગામમાં ગોપાલ ઈટાલિયા ચૂંટણી જીતી શકે છે. આ સિવાય કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી પણ વગડામથી ફરી જીતી શકે છે. તો વિરમગામ વિધાનસભા સીટ પરથી હાર્દિક પટેલ પણ ચૂંટણી જીતી શકે છે. 

ગુજરાતમાં બનશે ભાજપની સરકારઃ એક્ઝિટ પોલ
ZEE 24 કલાકના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરીથી ડબલ એન્જિનની સરકાર બનશે. અમારા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 110થી 125 બેઠકો મળવાનું અનુમાન છે. તો ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સરકાર બનશે. પરંતું એક્ટિઝ પોલમાં લોકોને સૌથી વધુ રસ આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેમાં છે. આપનું ગુજરાતમાં શું થશે તે જાણવાની તાલાવેલી છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સરકાર બનાવવાનાં સપનાં જોતી આમ આદમી પાર્ટીને માત્ર ખાતું ખોલાવીને સંતોષ માનવો પડશે. એક્ઝિટ પોલ પ્રમાણે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 1થી 5 બેઠકો મળવાનો અંદાજ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news