Anklav Gujarat Chutani Result 2022 બોરસદમાં આ વખતે કોણ થશે વિજેતા? જાણો જીતનું ગણિત

Anklav Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
 

Anklav Gujarat Chutani Result 2022 બોરસદમાં આ વખતે કોણ થશે વિજેતા? જાણો જીતનું ગણિત

Anklav Gujarat Chunav Result 2022: આંકલાવ ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ 8 તાલુકાઓ પૈકીના એક એવા આંકલાવ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. આંકલાવ નગર વડોદરા-કઠાણા બ્રોડગેજ રેલ્વે માર્ગ પર આવેલું છે. આ સાથે જ આંકલાવ ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક પૈકી 110 નંબરની બેઠક છે.

આંકલાવ વિધાનસભા બેઠકઃ- 
આ બેઠક અંતર્ગત આંકલાવ તાલુકા અને તે સિવાય આંકલાવ તાલુકાના ખાનપુર, સરસા, બેવડા, ગોપાલપુરા, મોગર, ખેડ્રા, વહેરાખંડી, રામનગર, વડોદ વગેરે જેવા કુલ 17 ગામોનો સમાવેશ થાય છે. આંકલાવમાં મોટાભાગના એનઆરઆઈ લોકો રહે છે. આ બેઠક પર આશરે 204377 મતદારો નોંધાયેલા છે. વર્ષ 2017 પછી આ બેઠક પર નવા 2438 મહિલા અને 2110 પુરુષ મતદારોનો વધારો નોંધાયો છે. આમ આ બેઠક પર કુલ 6000 થી વધુ નવા મતદારો ઉમેરાયા છે.-

2022ની ચૂંટણીઃ-
આ વખતે બોરસદ બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ છે. 

પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    ગુલાબસિંહ પઢિયાર
કોંગ્રેસ     અમિત ચાવડા
આપ    ગજેન્દ્રસિંહ

મુદ્દાઃ-
આણંદ જીલ્લાના તમામ 8 તાલુકાઓનામ આંકલાવનુ સ્થાન ખૂબ જ મહત્વનું છે. અહીંના લોકો મોટાભાગે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ સાથે જ અહીંના ગરીબ લોકો ખેત મજૂરીના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. અહીં મુખ્યત્વે કપાસ અને ડાંગરની ખેતી કરવામાં આવે છે. જો કે અહીં મોટા ઉદ્યોગો ન હોવાને કારણે અહીંના યુવાનો મોટાભાગે ભણીને અમદાવાદ, નડિયાદ, આણંદ અથવા વડોદરામાં સ્થાયી થાય છે.

2017ની ચૂંટણીઃ-
2017માં અમિત ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2018થી 2021 સુધી અમિત ચાવડા કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા. આંકલાવની જનતાને આપેલા વચનો ધારાસભ્યએ પુરા ના કર્યાની ફરિયાદ ઉઠી છે. 

2012ની ચૂંટણી:-
આંકલાવ વિધાનસભા બેઠકની રચના વર્ષ 2012માં નવા સીમાંકન બાદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ બેઠક પર વર્ષ 2012થી જ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે એટલે આ બેઠકને કોંગ્રેસનો ગઢ કહી શકાય છે. નવા સીમાંકન અગાઉની જો વાત કરવામાં આવે તો આંકલાવ શહેર અને તે અંતર્ગત આવતા ગામડાઓનો સમાવેશ બોરસદ વિધાનસભામાં કરાવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે આ સમયે પણ અહીં કોંગ્રેસના પંજાનો જાદુ છવાયેલો હતો. આ મતવિસ્તારમાં 48 નાના મોટા ગામડાઓ અને એક શહેર સમાવિષ્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news