Palanpur Gujarat Chutani Result 2022: કોંગ્રેસની હેટ્રિક પર લાગી બ્રેક? ભાજપનો અનિકેત ઠાકરનો વિજય

Palanpur Vidhan Sabha Chunav Result 2022: બનાસકાંઠા જીલ્લાનીપાલનપુર વિધાનસભા બેઠક ઉત્તર ગુજરાતની અગત્યની બેઠક છે.પાલનપુર વિધાનસભા બેઠક સામાન્ય રીતે ભાજપની બેઠક ગણવામાં આવે છે. પાલનપુર વિધાનસભા બેઠક પર કુલ ૨,૩૨.૯૬૨ મતદારો છે. જેમાં ૧,૨૧,૩૬૨ પુરુષ મતદારો અને ૧,૧૧,૬૦૦ મહિલા મતદારો છે. આ વિધાનસભામાં કુલ ૨૪૫ પોલીંગ બુથ છે.

Palanpur Gujarat Chutani Result 2022: કોંગ્રેસની હેટ્રિક પર લાગી બ્રેક? ભાજપનો અનિકેત ઠાકરનો વિજય

Palanpur Gujarat Chutani Result 2022: પાલનપુર વિધાનસભા વિસ્તારમાં મહદઅંશે ખેડૂતો અને પશુપાલકોનો વિસ્તાર માનવામાં આવે છે. આ વિધાનસભાની ગ્રામીણ બેઠક છે. આ વિસ્તારમાં સહકારી અગ્રણીઓનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આ ઉપરાંત ડેરી અને જીલ્લા સહકારી બેંકના આગેવાનોનું પણ પ્રભુત્વ વધારે છે. ગ્રામીણ બેઠક હોવાના લીધે એપીએમસીનું પણ એટલું જ મહત્વ છે.
 

બનાસકાંઠા 

4 ભાજપના ઉમેદવારો વિજેતા
કોંગ્રેસના 4 ઉમેદવારો વિજેતા
અપક્ષ એક ઉમેદવાર વિજેતા..

દિયોદર -ભાજપ -કેસાજી ચૌહાણ
થરાદ-ભાજપ -શંકર ચૌધરી 
પાલનપુર -ભાજપ -અનિકેત ઠાકર
ડીસા-ભાજપ -પ્રવીણ માળી

કાંકરેજ-કોંગ્રેસ -અમૃત ઠાકોર 
વાવ-કોંગ્રેસ -ગેનીબેન ઠાકોર
વડગામ-કોંગ્રેસ -જીગ્નેશ મેવાણી
દાંતા -કોંગ્રેસ -કાંતિ ખરાડી

ધાનેરા -અપક્ષ -માવજીભાઈ દેસાઈ
 

વાવ બેઠક 
વિજેતા ઉમેદવાર
ગેનીબેન ઠાકોર(ભાજપ) ૧૬,૨૩૭ મતથી વિજય
મેળવેલ મત
૧,૦૦,૬૫૨ મત

પરાજિત ઉમેદવાર
મેળવેલ મત
સ્વરૂપજી ઠાકોર(કોંગ્રેસ)
૮૫,૪૧૫

થરાદ 
વિજેતા ઉમેદવાર
શંકરભાઇ ચૌધરી(ભાજપ) ૨૫,૮૬૫ મતથી વિજય
મેળવેલ મત
૧,૧૬,૮૪૨ મત
પરાજિત ઉમેદવાર
ગુલાબસિંહ રાજપૂત(કોંગ્રેસ)
મેળવેલ મત
૯૦,૯૭૭ મત

ધાનેરા

વિજેતા ઉમેદવાર ૩૫,૬૫૭ મતથી વિજય
માવજીભાઇ દેસાઇ(અપક્ષ)
મેળવેલ મત
૯૫,૬૦૦
પરાજિત ઉમેદવાર
ભગવાનદાસ પટેલ(ભાજપ)
મેળવેલ મત
૫૯,૯૪૩

દિયોદર

વિજેતા ઉમેદવાર 
કેશાજી ચૌહાણ(ભાજપ) ૩૮,૫૫૩ મતથી વિજય
મેળવેલ મત
૧,૦૮,૫૬૦ મત
પરાજિત ઉમેદવાર
શિવાભાઈ ભૂરીયા(કોંગ્રેસ)
મેળવેલ મત
૭૦,૦૦૭ મત

ડીસા

વિજેતા ઉમેદવાર
પ્રવીણભાઈ માળી(ભાજપ) ૪૧,૪૦૩ મતથી વિજય
મેળવેલ મત
૯૬,૩૭૨ મત
પરાજિત ઉમેદવાર
સંજય દેસાઇ(કોંગ્રેસ)
મેળવેલ મત
૫૪,૯૬૯
લેબજી ઠાકોર(અપક્ષ)
મેળવેલ મત
૪૪,૮૮૭ મત

કાંકરેજ

વિજેતા ઉમેદવાર
અમૃતજી ઠાકોર(કોંગ્રેસ) ૫,૩૪૯ મતથી વિજય
મેળવેલ મત
૯૬,૧૩૭ મત
પરાજિત ઉમેદવાર
કીર્તિસિંહ વાઘેલા(ભાજપ)
મેળવેલ મત
૯૦,૭૮૮ મત

પાલનપુર

વિજેતા ઉમેદવાર
અનિકેત ઠાકર(ભાજપ) ૨૭,૦૪૪ મતથી વિજય
મેળવેલ મત
૯૪,૬૯૨ મત
પરાજિત ઉમેદવાર
મહેશભાઇ પટેલ(કોંગ્રેસ)
મેળવેલ મત
૬૭,૬૪૮ મત

વડગામ

વિજેતા ઉમેદવાર
જીજ્ઞેશ મેવાણી(કોંગ્રેસ) ૩,૮૫૭ મતથી વિજય
મેળવેલ મત
૯૨,૫૬૭ મત
પરાજિત ઉમેદવાર
મણિલાલ વાઘેલા(ભાજપ)
મેળવેલ મત
૮૮,૭૧૦ મત

દાંતા

વિજેતા ઉમેદવાર
કાંતિ ખરાડી(કોંગ્રેસ) ૬,૪૪૦ મતથી વિજય
મેળવેલ મત
૮૪,૬૯૧ મત
પરાજિત  ઉમેદવાર
મેળવેલ મત
૭૮,૨૫૧ મત

No description available.

બનાસકાંઠા મતગણતરી અપડેટ 
પાલનપુર બેઠકમાં ભાજપના અનિકેત ઠાકરની વિજયકૂચ 23466 વોટથી આગળ 4 રાઉન્ડ બાકી

પાલનપુર.
5 રાઉન્ડ
ભાજપ.    24265
કોંગ્રેસ.     14867

પાલનપુર વિધાનસભા બેઠક(બનાસકાંઠા)
સરહદી તાલુકા બનાસકાંઠાની સૌથી મહત્વની બેઠક એટલે પાલનપુર વિધાનસભા બેઠક. જેમાં પાલનપુર તાલુકાના ગામડાઓનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાંથી પાલનપુર સહિતની પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. જ્યારે ભાજપ પાસે બે જ વિધાનસભા બેઠકો છે. એટલે કે અહીં કોંગ્રેસનો દબદબો છે. છેલ્લી બે ટર્મથી અહીંથી કોંગ્રેસને મહેશ પટેલ ચૂંટાઈને આવે છે. અને આ વખતે તેમની પાસે હેટ્રિકનો મોકો છે.

2022ની ચૂંટણી
પાલનપુર વિધાનસભા સીટ પર  ભાજપમાં અનિકેત ઠાકર,કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીમાં રમેશભાઈ નાભાણી આ ઉમેદવારો પાલનપુર વિધાનસભા સીટમાં મેદાનમાં છે.

2017ની ચૂંટણી
વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાજપ માટે આ બેઠકને આકરું ચઢાણ બનાવી ફરી એક વખત જીત મેળવી હતી. 2017માં ફરી મહેશકુમાર પટેલે ભાજપના ઉમેદવાર લાલજીભાઇ પ્રજાપતિને હારનો સ્વાદ ચખાડ્યો હતો.

2012ની ચૂંટણી
વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગેસના મહેશકુમાર પટેલે ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિને ૩ ટકા મતથી હરાવ્યા હતા. આમ નવા સીમાંકન બાદ ભાજપ માટે મજબુત ગણાતી આ બેઠક કોંગ્રેસે મેળવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news