Danta Gujarat Chutani Result 2022: દાંતા બેઠક પર કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીની જીત

Danta Gujarat Chunav Result 2022: દાંતા વિધાનસભા બેઠક હેઠળ દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ 2.10 લાખથી વધુ મતદારો છે. જેમાં 1, 04,418 પુરુષ મતદાર છે. જયારે 98000 જેટલી મહિલા મતદાર છે. આ વિધાનસભામાં કુલ 265 બુથ આવેલા છે.

Danta Gujarat Chutani Result 2022: દાંતા બેઠક પર કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીની જીત

Danta Gujarat Chunav Result 2022: દાંતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. સતત બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે. કુલ મતદારોના 42 ટકા જેટલા મતદારો આદિવાસી છે. આ ઉપરાંત આ બેઠક પણ આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવતી હોય છે. જેના પગલે રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની તકો ઓછી રહે છે. પરિણામે પક્ષ પલટો વધુ જોવા મળે છે.

બનાસકાંઠા 

4 ભાજપના ઉમેદવારો વિજેતા
કોંગ્રેસના 4 ઉમેદવારો વિજેતા
અપક્ષ એક ઉમેદવાર વિજેતા..

દિયોદર -ભાજપ -કેસાજી ચૌહાણ
થરાદ-ભાજપ -શંકર ચૌધરી 
પાલનપુર -ભાજપ -અનિકેત ઠાકર
ડીસા-ભાજપ -પ્રવીણ માળી

કાંકરેજ-કોંગ્રેસ -અમૃત ઠાકોર 
વાવ-કોંગ્રેસ -ગેનીબેન ઠાકોર
વડગામ-કોંગ્રેસ -જીગ્નેશ મેવાણી
દાંતા -કોંગ્રેસ -કાંતિ ખરાડી

ધાનેરા -અપક્ષ -માવજીભાઈ દેસાઈ

બનાસકાંઠા ની મતગણતરી માં ૧૨ માં રાઉન્ડ થી પરિવર્તન દાંતા બેઠક પર કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી 405 મતો થી આગળ 

દાંતા મતવિસ્તાર ની ગણતરી માં 11 માં રાઉન્ડ નાં અંતે  આવી રહ્યો છે પરિવર્તન હજારો ની લીડ બાદ ભાજપ હવે માત્ર 231 મત થી આગળ

બનાસકાંઠા
દાંતા વિધાનસભા
નવમો રાઉન્ડ પૂર્ણ
ભાજપ 3835 મતથી આગળ.

બનાસકાંઠા
દાંતા વિધાનસભા
6 રાઉન્ડ પૂર્ણ
ભાજપ 6346 મતથી આગળ.

બનાસકાંઠા
દાંતા વિધાનસભા
બીજો રાઉન્ડ પૂર્ણ
ભાજપ 2112 મતથી આગળ.

બનાસકાંઠા જિલ્લો
બેઠક : દાંતા
રાઉન્ડ : 1 
પક્ષ : કોંગ્રેસ આગળ  
મત : 500મતથી આગળ

No description available.

દાંતા વિધાનસભા બેઠક(બનાસકાંઠા)
દાતા વિધાનસભા વિસ્તાર કોંગ્રેસનો ગઢ કહેવાય છે જેમાં છેલ્લા બે ટ્રમથી કોંગ્રેસમાંથી કાંતિભાઈ ખરાડી જીતતા આવે છે બનાસકાંઠા જીલ્લાની દાંતા વિધાનસભા બેઠક આદિવાસી ઉમેદવાર માટે અનામત બેઠક જાહેર કરવામાં આવી છે. આ વિધાનસભા બેઠકમાં દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.દાંતા વિધાનસભા સીટ પર કુલ ચાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે. જોકે આ વખતે દાતા વિધાનસભા વિસ્તારના લોકો કોના સરે તાજ મૂકે છે તે તો આવનારો સમય જ બતાવશે.

2022ની ચૂંટણી
2022માં કોંગ્રેસમાંથી કાંતિભાઈ ખરાડી ઉમેદવાર, ભાજપમાં લાતુભાઈ પારધી ઉમેદવાર, આમ આદમી પાર્ટીમાં બુમ્બડીયા મહેન્દ્રભાઈ ઉમેદવાર વચ્ચે જામશે જંગ.

2017ની ચૂંટણી
 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિભાઈ કાળાભાઈ ખરાડીએ ભાજપના કોદરવી માલજીભાઈ નારાયણભાઈને લગભગ 25 હજાર મતોની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી. કાંતિભાઈને 86189 મત મળ્યા હતા.

2012ની ચૂંટણી
દાંતા વિધાનસભા બેઠક પર યોજાયેલી વર્ષ ૨૦૧૨ની ચુંટણીમાં કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ગમાભાઈ ખરાડીને ૧૮ ટકા મતની હરાવીને જીત મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news