Gandhidham Gujarat Chutani Result 2022 ગાંધીધામમાં ભગવો લહેરાયો, ભાજપની માલતી મહેશ્વરીની જીત, ભરત સોલંકીની હાર
Gandhidham Gujarat vidhan sabha Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
Gandhidham Gujarat Chutani Result 2022:ગાંધીધામ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે. બે વખત ચૂંટણી થઈ અને બંને વખત ભાજપના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા. ગાંધીધામને કચ્છનું ઔદ્યોગિક કે આર્થિક પાટનગર કહેવાય છે.વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ કચ્છનું સૌથી મોટું શહેર માનવામાં આવે છે. આજે ગાંધીધામ ટ્રાન્સપોર્ટ, લાકડા ઉદ્યોગ, મેરી ટાઇમ, શિપિંગ વગેરે વ્યવસાયના કારણે રોજગારીનું મહત્વનું કેન્દ્ર છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકાર તરફથી 100 સ્માર્ટ સિટી બનાવવાની મહત્વકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે, તેમાં સૌથી પ્રથમ સ્માર્ટ સિટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે.
ગાંધીધામમાં ભાજપની જીત
ગાંધીધામમાં ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીની 37605 લીડ સાથે જીત થઈ છે. તો કોંગ્રેસના ભરત સોલંકીની હાર થઈ છે.
કચ્છની 6 બેઠકો પર ભાજપની જીત
કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં છે. મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોની ભીડ ઉમટી હતી. ઢોલ શરણાઈ વગાડી અને હાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી રહી છે. ભારે રસાકસી બાદ રાપરની બેઠક ભાજપે પરત મેળવી છે. ત્યારે ભાજપના ઉમેદવારો જીતતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ છે.
1.અબડાસા -પદ્યુમ્નસિંહ જાડેજા -ભાજપ -જીત 8500 ની લીડ
2. માંડવી -અનિરુદ્ધ દવે -ભાજપ -જીત 48297 લીડ
3. ભુજ -કેશુભાઈ પટેલ -ભાજપ -જીત 59814 લીડ
4. અંજાર -ત્રિકમ છાંગા -ભાજપ -જીત 37709 લીડ
5. ગાંધીધામ -માલતીબેન મહેશ્વરી -ભાજપ-જીત 37605 લીડ
6.રાપર- વિરેન્દ્રસિંહ જાડેજા -ભાજપ -જીત 577 લીડ
ગાંધીધામ વિધાનસભા બેઠકઃ -
વિધાનસભા બેઠકના મતદારોની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યા ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા સીટ પર કુલ 3,11,574 મતદારો છે. જે પૈકી 1,65,494 પુરુષ મતદારો છે, જ્યારે 1,46,074 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે અહીં 54 ટકા પુરુષો છે અને 46 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 78 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 90 ટકા અને 76 ટકા છે. ગાંધીધામ વિધાનસભા બેઠકમાં ગાંધીધામ તાલુકો, ભચાઉ તાલુકાના કેટલાંક ગામ અને અંજાર તાલુકાનું એક ગામ વરસાનાનો સમાવેશ થાય છે. ગાંધીધામને કચ્છનું ઔદ્યોગિક કે આર્થિક પાટનગર કહેવાય છે. વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગાંધીધામ કચ્છનું સૌથી મોટું શહેર છે.
મુદ્દાઃ-
- શિણાય ડેમમાંથી કેનાલના કામ માટે માટી લેવા મુદ્દે પાણી ખાલી કરવાના નિર્ણય સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો અને એ વખતે ધારાસભ્ય જનતા વચ્ચે ન આવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
- ગુજરાત કિસાન કોંગ્રેસે ગાંધીધામના મગફળી ગોડાઉન પર જનતા રેડ કરતા મગફળી કૌભાંડ સામે આવ્યું હતું.
- ગાંધીધામના શહેરી વિસ્તારના પ્રશ્નો જેમ કે ડ્રેનેજ, રોડ રસ્તા વિધાનસભા ચૂંટણીમાં મહત્વના બની રહેશે.
2022ની ચૂંટણી: -
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ માલતી મહેશ્વરી
કોંગ્રેસ ભરત સોલંકી
આપ બી.ટી.મહેશ્વરી
2017ની ચૂંટણી: -
2017 ગાંધીધામ વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ વિશે જોઇએ તો વર્ષ 2017માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,77,693 મતદારો પૈકી કુલ 1,51,468 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 20 જેટલા મત રદ કરવામાં આવ્યા હતાં અને 1,51,448 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3578 મત NOTA ને મળ્યા હતાં અને 969 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 59,443 મત મળ્યા હતા. 2017માં ગાંધીધામની વિધાનસભા બેઠક માટે માલતીબેન મહેશ્વરીએ 79,713 મત મેળવી વિજેતા બન્યા હતા. જણાવી દઈએ કે, માલતીબેન મહેશ્વરી 20,270 મતથી વિજેતા બન્યા હતાં.
2012ની ચૂંટણી: -
વર્ષ 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કુલ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,25,718 મતદારો પૈકી કુલ 1,37,783 મતદારોએ મત આપ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ચાવડા જયશ્રીબેનને 51,336 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર રમેશ મહેશ્વરીને 72,779 મત મળ્યા હતા અને 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે રમેશ મહેશ્વરીએ 72,779 મત મેળવી વિજેતા બન્યા હતા. રમેશ મહેશ્વરી 21,443 મતથી વિજેતા બન્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે