Gujarat Election 2022: પબુભા માણેકનો ફરી વાણીવિલાસ: સભામાંથી એક સમાજને ઘેટા બકરાં સાથે સરખાવ્યા, લોકોમાં રોષ

Gujarat Election 2022: દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકે ફરી એકવાર ભાષણમાં ભાંગરો વાટ્યો હતો. રાવલ ગામની સભામાં બોલેલા બેફામ વાણી વિલાસ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Gujarat Election 2022: પબુભા માણેકનો ફરી વાણીવિલાસ: સભામાંથી એક સમાજને ઘેટા બકરાં સાથે સરખાવ્યા, લોકોમાં રોષ

Gujarat Election 2022, દ્વારકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓના નિવેદન વાઈરલ થતા હોય છે. ત્યારે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો ફરી એકવાર વાણીવિલાસ જોવા મળ્યો છે. જાહેર સભામાંથી એક સમાજને ઘેટા બકરાં સાથે સરખાવ્યા હતા. પબુભા માણેકના નિવેદન બાદ લોકોમાં રોષ ફેલાયો છે.

દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકે ફરી એકવાર ભાષણમાં ભાંગરો વાટ્યો હતો. રાવલ ગામની સભામાં બોલેલા બેફામ વાણી વિલાસ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. રાવલ ગામમાં જાહેર સભામાં પબુભા માણેકના ભાષણથી રાજકારણ ગરમાઈ ગયું હતું. તેમણે એક સમાજ વિશે આપેલા નિવેદનથી રાજનીતિમાં ભરશિયાળે ગરમાવો આવ્યો છે. 

દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકે રાવલ ગામની સભામાં બેફામ વાણી વિલાસ કર્યો અને જાહેર સભામાંથી એક સમાજને ઘેટા બકરાં સાથે સરખાવ્યા હતા. જેથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. એક સમાજ વિશે આપેલા નિવેદનથી રાજનીતિ ગરમાઈ હતી. તમને જણાવી દઈએ કે પબુભા માણેક 7 ટર્મથી દ્વારકા બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે.

કોણ છે પબુભા માણેક?
પબુભા માણેકના પત્નીનું નામ આશાભા માણેક છે. પબુભા માણેકે ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. દ્વારકા જનરલ કેટેગરીની વિધાનસભા સીટ છે. પબુભા હાલના અહીંના ધારાસભ્ય છે. તેઓ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને 70062 મતોથી વિજેતા બન્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણી પબુભા કોંગ્રેસના ઉમેદવાર આહિર કંડોરિયા મુલુભાઈને હરાવીને જીત્યા હતા. આ ઉપરાંત પબુભા વર્ષ 1990થી સતત આ સીટ પરથી જીતતા આવે છે. 

પરંતુ સૌ પ્રથમ તેઓ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડીને 1990માં જીત્યા હતા. એ બાદની 1995, 1998 અને 2002ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ લડ્યા હતા અને વિજેતા પણ બન્યા હતા. તેમણે 2007માં ભાજપ સાથે જોડાણ કર્યુ અને 2007 અને 2012ની ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા અને જીત મેળવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news