Gujarat Election 2022: ભાજપના ચાર દિગ્ગજ નેતાઓની મોટી જાહેરાત, નહીં લડે વિધાનસભા ચૂંટણી
Bjp Gujarat: છેલ્લા ઘણા સમયથી ભાજપના દિગ્ગજ નેતા રહેલા અને રાજ્ય સરકારોમાં મંત્રી રહેલા ચાર મોટા નેતાના નામ સામે આવ્યા છે. જે આ વખતે ચૂંટણી લડવાના નથી.
Trending Photos
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલા ચૂંટણી ન લડનારા નેતાઓના નામ સામે આવી રહ્યાં છે. ગુજરાતની રાજનીતિમાં મોટું નામ ધરાવતા અને પૂર્વની સરકારોમાં મંત્રી રહેલા ઘણા નેતાઓ ચૂંટણી લડવાના નથી. આ પહેલાં સમાચાર આવ્યા કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી લડવાના નથી. હવે સત્તાવાર સામે આવ્યું છે કે પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ચૂંટણી લડવાના નથી.
ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ચૂંટણી નહીં લડે
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વની સરકારોમાં મંત્રી રહી ચુકેલા ભૂપેન્દ્ર પટેલ આ વખતે વિધાનસભા ચૂંટણી લડવાના નથી. તેમણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને પત્ર લખીને આ વાતની જાણકારી આપી દીધી છે. ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યુ કે, બીજા કાર્યકર્તાને તક મળે તે માટે હું ચૂંટણી લડવાનો નથી. હું અત્યાર સુધી 9 ચૂંટણી લડી ચુક્યો છું. તેમણે પાર્ટી પ્રત્યે પોતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
#GujaratElections2022 | I will not fight Assembly elections & have expressed it to senior leader of party. I've decided other workers should get opportunity. I've fought the elections 9 times till now. I express my gratitude to the party: Senior BJP MLA Bhupendrasinh Chudasama pic.twitter.com/FlUAUdmy3A
— ANI (@ANI) November 9, 2022
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ લીધો મોટો નિર્ણય
રૂપાણી સરકારમાં ગૃહ રાજ્યમંત્રીનું પદ સંભાળી ચુકેલા અને વટવાથી ધારાસભ્ય રહેલા પ્રદીપ સિંહ જાડેજાએ પણ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. તેમણે આ વાતની જાણકારી પાર્ટીને આપી દીધી છે. હવે પ્રદીપ સિંહ પાર્ટી જે પણ જવાબદારી સોંપશે તેના પર કામ કરશે.
ભાજપના બે દિગ્ગજ નેતા નહીં લડે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજકોટથી ધારાસભ્ય તથા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આગામી ચૂંટણી લડવાના નથી. તેમણે પોતાના નિર્ણયની જાણ પાર્ટીને કરી દીધી છે. એટલે કે હવે વિજય રૂપાણી પાર્ટીનું કામ કરશે. નોંધનીય છે કે વિજય રૂપાણી ઘણા વર્ષોથી સંગઠનનું કામ કરતા આવ્યા છે. તેઓ પાંચ વર્ષ માટે રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે.
નીતિન પટેલ નહીં નોંધાવે ઉમેદવારી
નીતિન પટેલ 1990થી ધારાસભ્ય હતા. તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ તથા વિજય રૂપાણી સરકારમાં નીતિન પટેલ અનેક વિભાગો સંભાળી ચુક્યા છે. તેઓ મહેસાણા વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા હતા. નીતિન પટેલે આજે પ્રદેશ પ્રમુખ પાટિલને એક પત્ર લખ્યો છે. તેમણે તેમાં જણાવ્યું કે હું આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે