Gujarat Election 2022: ભાજપને લાગ્યો મોટો ઝટકો, આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા

Gujarat Assembly Election 2022: એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહ્યો છે. પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. તો નેતાઓની પાર્ટી બદલવાની મોસમ પણ ચાલી રહી છે. ભાજપના એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

Gujarat Election 2022: ભાજપને લાગ્યો મોટો ઝટકો, આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. આજે સવારે ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. માતરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. 

કેસરીસિંહ આપમાં જોડાયા
ભાજપે આજે સવારે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 115 માતર વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. હવે કેસરીસિંહ તેનાથી નારાજ થયા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે આજે આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

मैं श्री केसरीसिंह जी का आम आदमी पार्टी में दिल से स्वागत करता हूँ। हम सब मिलकर गुजरात में ईमानदार सरकार बनाएंगे। https://t.co/4mMoADhhm1

— Gopal Italia (@Gopal_Italia) November 10, 2022

ગોપાલ ઈટાલિયાએ કર્યું ટ્વીટ
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને કહ્યુ કે, માતર વિધાનસભામાં ભાજપના બીજી ટર્મના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને કેસરીસિંહ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

માતર વિધાનસભા સીટ પર આપે જાહેર કરી દીધા છે ઉમેદવાર
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી પણ ગુજરાત ચૂંટણી માટે પોતાના 179 ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે. આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા સીટ પરથી મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. નોંધનીય છે કે મહિપાતસિંહ ચૌહાણ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારબાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. છતાં તેમને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. 

તો રાજકોટમાં આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો
ચૂંટણીની જાહેરાત થતાં જોડતોડની રાજનીતિ પણ ચાલી રહી છે. નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. આ વચ્ચે રાજકોટમાં રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ બાદ રાજકોટમાં રાજભા ઝાલાએ પાર્ટી છોડતા આપને ઝટકો લાગી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news