Twitter બાદ હવે Facebook-Instagram માં છટણી! Mark Zuckerberg એ કડક નિર્ણય

Elon Musk એ ગત થોડા દિવસોમાં ટ્વિટર (Twitter) માંથી હજારો કર્મચારીઓને હાંકી કાઢવાના છે. તમને જણાવી દઇએ કે ટ્વિટર બાદ હવે ફેસબુક (Facebook) , ઇંસ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp) નો વારો આવી ગયો છે. મેટાના સીઇઓ, માર્ક જુકરબર્ગ એ લેઓફની જાહેરાત કરી દીધી છે.
 

Twitter બાદ હવે Facebook-Instagram માં છટણી! Mark Zuckerberg એ કડક નિર્ણય

Meta CEO Mark Zuckerberg Announces Layoffs: ગત કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ટેકની દુનિયામાં તહેલકો મચી ગયો છે કારણ કે ટ્વિટર (Twitter) ના ટેકઓવર બાદ સીઇઓ એલન મસ્ક (Elon Musk) એ પ્લેટફોર્મના કર્મચારીઓને અચાનક નિકાળવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટરના કર્મચારીઓને કોઇપણ જાતની નોટિસ વિના કામમાંથી નિકાળી કાઢ્યા છે અને તેના પર ખૂબ હંગામો મચ્યો છે. હવે ટ્વિટર (Twitter) બાદ ફેસબુક (Facebook) , ઇંસ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp) ના કર્મચારીઓની નોકરી ખતરામાં છે. જોકે આ પ્લેટફોર્મ્સની પેરેંટ કંપની મેટા 
(Meta) ના સીઇઓ માર્ક જુકરબર્ગ (Mark Zuckerberg) એ જાહેરાત કરી છે કે તે પણ મેટામાં લે ઓફની શરૂઆત કરી રહ્યા છે.

Meta ના સીઇઓ એ કરી લેઓફની જાહેરાત
મેટાના સીઇઓ, માર્ક માર્ક જુકરબર્ગ (Mark Zuckerberg) એ તાજેતરમાં જ કન્ફોર્મ કરી દીધું છે કે તે એલન મસ્ક (Elon Musk) ની માફક પોતાની કંપનીમાં કર્મચારીઓની છટણી શરૂ કરી રહ્યા છે. માર્કે કહ્યું કે તે પોતાના ગ્લોબલ વર્કફોર્સથી લગભગ 13% કર્મચારીઓને અલવિદા કહેવાના છે અને તેમાં તમામ એપ્સ અને રીએલિટી લેબ્સના લોકો સામેલ હશે. 

Twitter ના Elon Musk થી આગળ છે Meta ના Mark Zuckerberg
તમને જણાવી દઇએ કે મેટાના માર્ક જુકરબર્ગ (Mark Zuckberg) ટ્વિટરના એલન મસ્ક (Elon Musk) થી આગળ નિકળી ગયા છે. જુકરબર્ગે ગત અઠવાડિયે ટ્વિટરના 10% સ્ટાફ એટલે કે 3,500 થી વધુ કર્મચારીઓને કામમાંથી નિકાળી દીધા અને હવે માર્કે જાહેરાત કરી છે કે તે 13% કર્મચારીઓને હટાવવાના છે. આ કડક નિર્ણયથી 11 હજારથી વધુ કર્મચારીઓ પર અસર થવાની છે. 

Mark Zuckerberg એ સંભળાવ્યો કડક નિર્ણય
પોતાના બ્લોગપોસ્ટમાં માર્ક જુકરબર્ગ લખે છે- આજે હું તમારી સાથે મેટાના ઇતિહાસમાં થયેલા કઠીન ફેરફારોમાંથી એકની જાણકારી શેર કરવા જઇ રહ્યો છું. મેં નિર્ણય કર્યો છે કે આપણે આપણી ટીમની સાઇઝને 13% થી ઓછી કરવાના છીએ અને 11 હજારથી વધુ ટેલેંટેડ કર્મચારીઓને દૂર કરવાના છીએ. અમે બીજા કેટલાક પગલાં ભરવાના છીએ જેથી કંપનીનું કામ સારું થઇ શકે. આ પગલાંમાં ખર્ચને ઓછો કરવો અને Q1 સુધી હાયરિંગ ફ્રીજને વધારવાનું સામેલ છે. 

માર્કે આ લેઓફની જવાબદારી લેતાં કહ્યું કે તે સમજે છે કે આ તમામ માટે ખૂબ જ મુશ્કેલ થનાર છે અને તેમણે તે તમામ કર્મચારીઓ પાસે માફી માંગી છે જે આ લેઓફથી પ્રભાવિત થનાર છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news