Gujarat Election 2022 : AAP નેતા ઈસુદાન ગઢવીનો મોટો દાવો, 100 બેઠકો સાથે અમે સરકાર બનાવીશું

Gujarat Election 2022 : આમ આદમી પાર્ટીની ઈસુદાન ગઢવીએ અમદાવાદમાં મતદાન કરીને આપ ગુજરાતના જીતની વાત કરી

Gujarat Election 2022 : AAP નેતા ઈસુદાન ગઢવીનો મોટો દાવો, 100 બેઠકો સાથે અમે સરકાર બનાવીશું

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન હજી ચાલી રહ્યું છે. પત્રકારમાંથી રાજકારણી બનેલા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ઈસુદાન ગઢવીએ અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં આજે મતદાન કર્યુ હતું. જોકે, ઈસુદાન ગઢવી મતદાન બૂથમાંથી વોટ કરીને બહાર આવ્યા ત્યારે ‘મોદી મોદી’ ના નારા લાગ્યા હતા. 

ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ખંભાળિયા બેઠકથી ઉમેદવાર છે. તેઓ અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ મતદાન બુથથી બહાર નીકળ્યા ત્યારે બહાર  ‘મોદી મોદી’ અને ‘ભારત માતા કી જય’ ના નારા લાગ્યા હતા.

તદાન પ્રથમ તબક્કામાં આમ આદમી પાર્ટીને વધુ આશા છે. અમારો આંતરિક સરવે કહે છે કે, પ્રથમ તબક્કાની 89 માંથી 51 સીટ અમે જીતી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં લોકોમા ઉત્સાહ ભારે હતો. ભાજપથી નારાજ લોકો કદાચ વોટ કરવા નીકળ્યા ન હતા તેવુ સાંભળવા મળ્યુ હતું. હુ તો કહુ છું કે મતદાન કરો. તમને યોગ્ય લાગે તેને મતદાન કરો. મતદાન તો ગુપ્ત અધિકાર છે. લોકતંત્રની મજા મતદાનમાં છે. મતદાન અવશ્ય કરવુ જોઈએ, નહિ તો ઘરે બેસીને સરકાર, તંત્ર, નતેાઓને ગાળો ભાંડવી એનો કોઈ મતલબ નથી. મતદાન કરીને આવો તો હિસાબ લેવાનો તમારો અધિકાર છે. મોટાભાગના લોકો કહે છે કે, 25 તારીખ પછી તેમના ખાતાના રૂપિયો નથી બચતો. ગરીબ, મધ્યમવર્ગ અને મિડલક્લાસ આમ આદમી પાર્ટીથી પ્રભાવિત છે. કરોડપતિને જરૂર ન હોય. 

તમે સીએમ પદના ભાજપના દાવેદારના મતવિસ્તારમાં વોટ આપવા આવ્યા છે તે વિશે ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ઈસુદાન ગઢવી ખુલ્લી કિતાબ છે, જે મને ઓળખે છે તેને મને ઓળખાણ આપવાની જરૂર નથી. તેથી મેં મારી વિધાનસભામાં ટ્રાન્સફર કરાવ્યુ નથી. મને વિશ્વાસ છે કે હું લીડથી જીતી રહ્યો છું. 

પીએમ મોદીના નારા વિશે તેમણે કહ્યું કે, તેમના નારા લગાવવાથી આરોગ્ય અને શિક્ષણની સારી સુવિધા મળતી હોય તો દિવસરાત નારા લગાવતા રહો. પછી બીજુ કોઈ જરૂરી ન હોય. બીજા તબક્કામાં અમારી ગણતરી 52 પ્લસની છે. પરંતુ મતદાનના એનાલિસિસ બાદ ખબર પડશે. પૂર્ણ બહુમત સાથે અમારી સરકાર બનશે.

આમ, ઈસુદાન ગઢવીએ બંને તબક્કામાં મળીને કુલ 100 થી વધુ બેઠકો આમ આદમી પાર્ટીને મળશે તેવો દાવો કર્યો.

પ્રથમ તબક્કાની 51 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો
પ્રથમ તબક્કાના મતદાન સમયે  ઈસુદાન ગઢવીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 51 બેઠકો જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે તે સમયે કહ્યુ હતું કે, હું સતત દરેક બૂથમાં ફરી રહ્યો છું , લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં મતદાન માટે ઉત્સાહ છે પણ evm  ખુબ જ ધીમા ચાલી રહ્યા છે. કેટલાક બુથમાં વૃદ્ધો લાંબો સમય રાહ જોઈ રહ્યા છે, તંત્ર આ અંગે ધ્યાન આપે એ જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news