GujaratElection 2022: NOTA બટને પૂર્વ કેબિનેટ મંત્રી સહિત BJPના 3 ઉમેદવારોને કર્યા ઘરભેગા, વિધાનસભાનું સપનું વેરવિખેર
GujaratElection 2022: NOTAની ઝપેટમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પણ આવ્યા હતા. દિલીપ ઠાકોર રૂપાણી સરકારમાં શ્રમ વિભાગના મંત્રી હતા. તેઓ પાટણની ચાણસ્મા બેઠક કોંગ્રેસના દિનેશભાઈ સામે લગભગ 1400 મતોથી હારી ગયા હતા. અહીં 3293 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો.
Trending Photos
GujaratElection 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડીને ભાજપે 156 બેઠકો જીતી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભાજપની જીત સાથે ગુજરાતના રાજકીય વર્તુળોમાં સોમનાથ, ચાણસ્મા અને ખેડબ્રહ્મા બેઠકની ભારે ચર્ચા થઈ રહી છે. આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો NOTAને કારણે ચૂંટણી હારી ગયા છે.
NOTAની ઝપેટમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પણ આવ્યા હતા. દિલીપ ઠાકોર રૂપાણી સરકારમાં શ્રમ વિભાગના મંત્રી હતા. તેઓ પાટણની ચાણસ્મા બેઠક કોંગ્રેસના દિનેશભાઈ સામે લગભગ 1400 મતોથી હારી ગયા હતા. અહીં 3293 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો.
1. સોમનાથમાં NOTAને 1530 મત, હારનું માર્જિન 1000થી ઓછું
સોમનાથ બેઠક જીતવા માટે ભાજપે આ વખતે તમામ તાકાત લગાવી દીધી હતી. ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી પ્રચાર સુધી ભાજપે અનેક પ્રયોગો કર્યા. કોંગ્રેસના કાનાભાઈ ચુડાસમા સામે ધમાકેદાર માનસિંહ પરમારને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા.
અહીં શાહથી લઈને યોગી સુધીના નેતાઓએ રેલીઓ કરી હતી, પરંતુ NOTAએ ભાજપની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. કોંગ્રેસના કાનાભાઈને 73819 મળ્યા, જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72897 મત મળ્યા હતા. સોમનાથ બેઠક પર જીતનું માર્જિન 1000થી ઓછું હતું. અહીં 1530 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.
કોને કેટલા મત મળ્યા
ભાજપ- 72897
કોંગ્રેસ- 73819
AAP- 32828
નોટા- 1530
2. ખેડબ્રહ્મામાં NOTAને 7331 મત મળ્યા, ભાજપ 1664થી હારી
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક પર NOTAને સૌથી વધુ 7331 મત મળ્યા છે. અહીં કોંગ્રેસના તુષાર ચૌધરીએ ભાજપના અશ્વિન કોટવાલને 1664 મતોથી હરાવ્યા હતા. ચૌધરીને 67349 વોટ અને અશ્વિન કોટવાલને 65685 વોટ મળ્યા.
ખેડબ્રહ્મા બેઠક ભાજપની 7 બેઠકોમાંથી એક છે, જ્યાં વર્તમાન ધારાસભ્ય ચૂંટણી હારી ગયા છે. ભાજપે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં 60 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ જાળવી રાખી હતી, જેમાં 53 ધારાસભ્યો ફરી ગૃહમાં પહોંચવામાં સફળ રહ્યા હતા.
કોને કેટલા મત મળ્યા
ભાજપ- 65685
કોંગ્રેસ- 67349
AAP- 55590
નોટા- 7331
3. ફેરબદલમાં મંત્રી પદ તો NOTAને કારણે વિધાનસભ્ય પદ ગયું
2021માં ગુજરાતમાં થયેલા કેબિનેટમાં ફેરબદલ દરમિયાન દિલીપ ઠાકોરની મંત્રીપદની ખુરશી છીનવાઈ ગઈ હતી. જોકે, હાઈકમાન્ડે ટીકીટ વિતરણમાં ઠાકોર પર વિશ્વાસ જતાવ્યો હતો અને તેમને પાટણના ચાણસ્માથી ટિકિટ આપી હતી. પરંતુ NOTAના કારણે તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ બેઠક પર કોંગ્રેસના દિનેશભાઈને 86404 જ્યારે ઠાકોરને 85002 મત મળ્યા હતા. જ્યારે 3293 મતદારોએ NOTAની તરફેણમાં મતદાન કર્યું હતું.
કોને કેટલા મત મળ્યા
ભાજપ- 86406
INC- 85002
AAP- 7586
નોટા- 3293
સમગ્ર ગુજરાતમાં NOTAની તરફેણમાં 5 લાખથી વધુ વોટ
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર NOTAની તરફેણમાં 501202 લાખ લોકોએ મતદાન કર્યું હતું. મતલબ કુલ મતદાન ટકાવારીના 1.57%. કમિશન મુજબ 2017ની સરખામણીમાં થોડું ઓછું છે. 2017માં 551594 લોકોએ NOTAનું બટન દબાવ્યું હતું.
2013ની ચૂંટણીમાં પહેલીવાર થયો હતો NOTAનો ઉપયોગ
NOTA નું ફૂલ નામ થાય છે, None of the Above. મતલબ ઉપરમાંથી કોઈ નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2013માં રાજસ્થાન-MP સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં NOTAનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ રાજ્યોમાં 1.85% લોકોએ NOTA નો ઉપયોગ કર્યો હતો. 2015માં કમિશને NOTAનું પ્રતીક બહાર પાડ્યું હતું.
13 દેશોમાં પણ થઈ રહ્યો છે NOTAનો ઉપયોગ
ભારત સિવાય NOTAનો ઉપયોગ 13 અન્ય દેશોમાં પણ થઈ રહ્યો છે. જેમાં અમેરિકા, કોલંબિયા, યુક્રેન, રશિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફિનલેન્ડ, સ્પેન, ફ્રાન્સ, ચિલી, સ્વીડન, બેલ્જિયમ, ગ્રીસના નામ સામેલ છે. કેટલાક દેશો એવા છે જ્યાં NOTA ને નકારવાનો અધિકાર મળ્યો છે. આનો અર્થ એ થયો કે જો NOTA ને જીતના માર્જિન કરતા વધુ મત મળે છે, તો ચૂંટણી રદ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે