ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનો દબદબો! ભાજપની 14 મહિલા ઉમેદવારોની જીત, AAPના એક પણ ના જીત્યા

Gujarat Election 2022: ભાજપની 17 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 14 મહિલા ઉમેદવારો અને આપની માત્ર 6 ઉમેદવારો હતા. જ્યારે અપક્ષમાંથી 102 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતા. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આજે આવેલા પરિણામમાં મુખ્ય ત્રણ પક્ષની માત્ર 15 મહિલાઓનો વિજય થયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનો દબદબો! ભાજપની 14 મહિલા ઉમેદવારોની જીત, AAPના એક પણ ના જીત્યા

Gujarat Election 2022, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે. આ વખતે કુલ 138 મહિલાઓએ ઝંપલાવ્યું હતું. ગુજરાત ચૂંટણીમાં ભાજપની 14 મહિલા ઉમેદવારની જીત છે. જેમાંથી ભાજપની 17 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 14 મહિલા ઉમેદવારો અને આપની માત્ર 6 ઉમેદવારો હતા. જ્યારે અપક્ષમાંથી 102 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતા. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આજે આવેલા પરિણામમાં મુખ્ય ત્રણ પક્ષની માત્ર 15 મહિલાઓનો વિજય થયો છે.

  • રાજકોટ પશ્વિમ બેઠક પરથી ડૉ.દર્શિતા શાહની જીત 
  • જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના રીવાબા જાડેજાની જીત
  • નરોડા બેઠક પરથી ભાજપા ડૉ.પાયલ કુકરાણીની જીત
  • લીંબાયત બેઠક પરથી ભાજપના સંગીતા પાટીલ આગળ
  • રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ભાનુ બાબરીયાની જીત
  • ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાની જીત
  • ભાવનગર પૂર્વ બેઠક પરથી ભાજપના સેજલ પંડ્યાની જીત
  • કચ્છની ગાંધીધામ બેઠક પર ભાજપના માલતી મહેશ્વરીની જીત
  • ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના કંચનબેન રાદડિયાની જીત
  • કુતિયાણા બેઠક પરથી ભાજપના ઢેલીબેન ઓડેદરાની હાર
  • વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર આગળ
  • સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના અમી રાવતની હાર
  • માંજલપુર બેઠક પર કોંગ્રેસના ડૉ.તશ્વીન સિંહની હાર

કોંગ્રેસની 13 મહિલા ઉમેદવારોની હાર
કોંગ્રેસ તરફથી કુલ 14 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક જ મહિલાઓનો વિજય થયો છે. જ્યારે 13 મહિલા ઉમેદવારોની હાર થઈ

આપના એક પણ મહિલા ઉમેદવાર ન જીત્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એક પણ મહિલાઓનો વિજય થયો નથી. જે પૈકી હારેલી ઘણી મહિલાઓની ડિપોઝિટ પણ ડૂલ થાય એવો માહોલ સર્જાયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news