ગુજરાતમાં સરકારી શાળાઓના બંધ થવા અંગે શિક્ષણ મંત્રીનું મોટુ નિવેદન

Education System : શિક્ષણ નીતિ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાનું મોટું નિવેદન... 8 કે 10 વિદ્યાર્થીઓ હશે તો પણ સરકારી શાળા બંધ નહીં થાય... રાજ્યમાં 25,000 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે...

ગુજરાતમાં સરકારી શાળાઓના બંધ થવા અંગે શિક્ષણ મંત્રીનું મોટુ નિવેદન

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે તેવા અનેક પુરાવાઓ આપણી  સામે આવતા હોય છે. ખાનગી શિક્ષણ મોંઘુ બની રહ્યું છે, અને સરકારી શાળાઓને જાણે કાલે જ તાળા મારી દેવાના હોય તેમ ખંડિયાર હાલતમાં મૂકી દેવાય છે. ગુજરાત સરકાર એ સરકારી શાળાઓ તરફ જોવાની તસ્દી પણ નથી કરતું. બાળકો ધોમધકતા તાપ, વરસાદ અને કડકડતી ઠંડીમાં ભણતા હોય છે, છતાં નફ્ફટ શિક્ષણ તંત્ર મજા લઈને બધુ જોતુ હોય છે. આવામાં ગુજરાતમાં સરકારી શાળાનું ભવિષ્ય શું તે અંગે સવાલ પેદા થાય છે. ત્યારે આ વચ્ચે રાજ્યની શિક્ષણ નીતિ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે, રાજ્યમાં એક પણ સરકારી શાળાઓ સરકાર બંધ નથી કરશે. આઠ અને દસ વિદ્યાર્થીઓ હશે તો પણ એ શાળા ચલાવવામાં આવશે. રાજ્યમાં એકપણ સરકારી શાળાઓ સરકાર બંધ નહીં કરે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2023

 

આ સાથે જ શિક્ષણમંત્રીએ વધુમં જણાવ્યું કે, રાજ્ય સરકાર 25,000 નવા શિક્ષકોની ભરતી કરશે. સરકારી શાળાઓ માટે નવા 16,000 ઓરડા બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓને એક ગામથી બીજા ગામ જવું હશે તો વ્યવસ્થા કરાશે. સાથે જ સરકાર વિદ્યાર્થીઓ માટે ગાડીની પણ વ્યવસ્થા કરી આપશે. 

તેમણે કહ્યું કે, સરકારી શાળા બંધ કરવા માટે સરકારે એકપણ પગલું ભર્યું નથી. એકપણ સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય નથી લેવાના. જે ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા 8થી 10ની છે તેમને જો બાજુના ગામમાં 5 કે 10 કિમી દૂર જવું હોય તો તેમાં પણ એક યોજના છે કે, તેને મારૂતિવાન કે વાહનની સુવિધા પણ તેને આપવા અમે તૈયાર છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news