વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ! ગુજરાતથી બસ આટલે જ દૂર છે, સૌરાષ્ટ્ર-કચ્છ થઈ આ રીતે આગળ વધશે

Cyclone Asna Alert : રાજ્યમાં ઘટ્યું મેઘાનું જોર... માત્ર કચ્છમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ.. માંડવીમાં વરસ્યો સૌથી વધુ 15.5 ઈંચ... તો મુન્દ્રા અને અબડાસામાં પણ 6.5 ઈંચ... દ્વારકામાં પણ ધોધમાર વરસાદ... 

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ! ગુજરાતથી બસ આટલે જ દૂર છે, સૌરાષ્ટ્ર-કચ્છ થઈ આ રીતે આગળ વધશે

Kutch News : કચ્છમાં વાવાઝોડાની શક્યતા ઉભી થઈ છે. 48 વર્ષ પછી દુલર્ભ વાવાઝોડું જમીન પર એક્ટિવ થઇને દરિયામાં ઉતરશે, એટલે 30થી 35% ખતરો ગુજરાતમાં સોમવારે તા. 26-8ના પ્રવેશેલુ ડીપ ડીપ્રેશન હવે આશંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી આગાહી હવમાન ખાતાએ કરી છે. કચ્છના દરિયાકાંઠે આગળ વધી તે ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી પણ સંભાવના છે. ડિપ ડિપ્રેશન વધુ મજબૂત બનતા રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અન કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવશે. ત્યારે ગઈકાલે હવાઈ નિરીક્ષણ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પૂર પ્રભાવિત કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી. આફતથી લોકોને બચાવવા તેમજ જરૂર જણાય તો લોકોનું સ્થળાંતર કરવા માટે પણ સૂચના આપી છે. જોકે, ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો, ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  109 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે હાલમાં 865 માર્ગો બંધ હાલતમાં છે. તો છેલ્લાં 24 કલાકમાં 13 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. આ ઉપરાંત પાણી ભરાવાની સ્થિતિને પગલે ગુજરાતના 5 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. 

લેટેસ્ટ અપડેટ અનુસાર, સાયકલોનિક સર્ક્યુલેશન કચ્છના નલિયાથી હાલ માત્ર 60 km ના અંતરે છે. જોકે ગઈકાલની સરખામણીએ આજે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. ચક્રવાત હાલ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ થઇ પાકિસ્તાન તરફ ગતિમાન થયું છે. તેના બાદ પાકિસ્તાનથી ઓમાન તરફ ફંટાશે. તેની અસરને પગલે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

રાજ્યના 5 જિલ્લામાં આજે શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા 5 જિલ્લાઓની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, પોરબંદરમાં શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે. રાજકોટ, જામનગરની શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ. ભારે વરસાદની આગાહીના કારણે શાળા કોલેજોમાં રજા આપી દેવાઈ છે. 

ગુજરાતમાં કેટલો વરસાદ આવ્યો 

  • ગુજરાતમાં સિઝનનો 109.42 ટકા વરસાદ વરસ્યો 
  • સરદાર સરોવર ડેમ 85.59 ટકા ભરાયો  
  • રાજ્યના 103 જળાશયો 100 ટકા ભરાયા  
  • રાજ્યમાં 45 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા 
  • 23 જળાશયોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ
  • 35 જળાશયોમાં 50 ટકાથી ઓછો જળસંગ્રહ
  • હાલ રાજ્યમાં 125 જળાશયો હાઈએલર્ટ પર
  • 18 એલર્ટ અને 5 જળાશયો વોર્નિંગ લેવલ પર
  • 24 કલાકમાં 1785 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું  
  • 24 કલાકમાં 13183 લોકોનું સ્થળાંતર કરાયું 
  • રાજ્યમાં હાલ 865 માર્ગો બંધ હાલતમાં 
  • 1078 રૂટ પર ST બસ સેવા ઠપ્પ થઈ

કચ્છ પર મોટી ઘાત 
હવામાન વિભાગની કચ્છમાં ભારે વાવાઝોડાની આગાહીના પગલે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠકમાં ઉલ્લેખ કર્યો. કચ્છ કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તૈયારીઓના પગલાની સમીક્ષા કરી. કચ્છ કલેકટરને સંભવિત વાવાઝોડાના સંદર્ભમાં પગલાં ભરવાની તમામ સત્તાઓ આપી છે. મુખ્યમંત્રી દ્વારા પૂરગ્રસ્ત તમામ વિસ્તારોમાં તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા. સર્વે પૂર્ણ થયા બાદ સરકાર રાહત સહાય સંદર્ભે ગંભીરતાથી વિચાર કરશે. એસટીઆરએફના નોમ્સ સહિતના મુદ્દાઓની વીજાણા કર્યા પછી સરકાર જાહેરાત કરી શકે છે. ખેડૂતો માટે જમીન ધોવાણ, ઘરવખરીને નુકસાન સહિતના મુદ્દાઓ નુકસાની વળતરમાં આવરી લેવાઈ શકે છે. 

કચ્છવાસીઓ માટે પ્રજાજોગ સંદેશ
તારીખ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ વહેલી સવારે ૪.૦૦ કલાકથી કચ્છ જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો. ભારત સરકારના હવામાન વિભાગની અધતન આગાહી મુજબ તા. ૩૦/૦૮/૨૦૨૪ ના સવારે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૪:૦૦ કલાક સુધી આપણા કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની સંભાવના હોઇ  આ વિસ્તારમા આવેલ તમામ ગામોમા કાચા મકાન રહેતા હોય તેવા તમામ લોકોને તા. ૩૦/૦૮/૨૪ ના સવારે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૪:૦૦ કલાક સુધી આસપાસમા આવેલ સલામત જગ્યા જેવી કે, પ્રાથમિક શાળા, ધાર્મિક સ્થળ, સમાજવાડી કે અન્ય નજીકમા આવેલ કોઇ પાકા બાંધકામમા પહોચી જવા વિનંતી કરવામા આવે છે.

કરોડોનું મીઠું પાણીમાં ઓગળી ગયું
કચ્છ-સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાની સામે આવી છે. કચ્છ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ યથાવત છે. માળિયા મિયાણાથી કચ્છ તરફનો હાઈ-વે હાલ શરૂ કરાયો છે. પરંતુ મીઠા (નમક) ના અગરિયા પાણીમાં ગરકાવ થયા છે. કરોડો રૂપિયાનું મીઠું પાણીમાં ઓગળી ગયું. કચ્છના સૂરજબારી વિસ્તારમાં મોટા પ્રમાણમાં મીઠાના અગરિયા આવેલા છે.

કચ્છ જિલ્લામાં વરસાદે વેરી તારાજી
હાલ સૌથી ખરાબ હાલત કચ્છ જિલ્લાની છે. મોરબીથી કચ્છ તરફ જવાનો હાઈવે ત્રણ દિવસે માંડ શરૂ થયો છે. માંડવીમાં 36 કલાકમાં 18 ઇંચ અને અબડાસામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છ હાઈવેના બન્ને તરફ દૂર દૂર સુધી પાણી ભરાયા છે. મોટા પ્રમાણમાં ખેડૂતો અને મીઠાના અગરિયાને નુકસાની થઈ છે. જૂઓ ત્યાં પાણી જ પાણી, કચ્છમાં વરસાદે વિનાશ વેર્યો છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, તો જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, હાલ પૂરતો હાઈવે શરૂ થતાં વાહન વ્યવહાર પુનર્વત શરૂ કરાયો છે.

ગાંધીધામમા અઢી ઈંચ વરસાદમાં જળ બંબાકાર જેવી સ્થિતિ
ગાંધીધામમાં ભારે વરસાદ બાદ શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. સેક્ટર સાત વિસ્તારમાં માર્ગો ઉપર પાણી ભરતા લોકો પરેશાન થયા છે. માર્ગો ઉપરથી વાહન પસાર કરવુ પણ મુશ્કેલ બન્યું છે. માર્ગોની બાજુમા આવેલા ઝુંપડામા પાણી ઘુસ્યા છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વરસાદી નાળાની સફાઈ કરી છતા સ્થિતિમાં કોઈ સુધાર નથી. વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના તળાવડા સર્જાયા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news