મોટો નિર્ણય : તીવ્ર ગતિએ ફેલાતા કોરોનાને કારણે મુખ્યમંત્રીએ સરકારી કાર્યક્રમો પર રોક લગાવી
ગુજરાતમાં કોરોના (gujarat corona update) ના નવા કેસનો આંકડો 4213 પર પહોંચી ગયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1862 કેસ સાથે ત્રીજી લહેરમાં પણ અગ્રેસર છે. ત્યારે ગુજરાત સરકાર (gujarat government) સતર્ક મોડ પર આવી ગઈ છે. કોરોના સંક્રમણ વધવા સાથે સરકારી કાર્યક્રમો પર રોક લગાવી દેવાઈ છે. વાઈબ્રન્ટ સમિટ (vibrant summit) મોકૂફ કરવાની જાહેરાત અગાઉ ગુજરાત સરકાર કરી ચૂકી છે. ત્યારે આ બાદ તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે. એટલુ જ નહિ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના કાર્યક્રમો પણ રદ કરાયા છે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં કોરોના (gujarat corona update) ના નવા કેસનો આંકડો 4213 પર પહોંચી ગયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1862 કેસ સાથે ત્રીજી લહેરમાં પણ અગ્રેસર છે. ત્યારે ગુજરાત સરકાર (gujarat government) સતર્ક મોડ પર આવી ગઈ છે. કોરોના સંક્રમણ વધવા સાથે સરકારી કાર્યક્રમો પર રોક લગાવી દેવાઈ છે. વાઈબ્રન્ટ સમિટ (vibrant summit) મોકૂફ કરવાની જાહેરાત અગાઉ ગુજરાત સરકાર કરી ચૂકી છે. ત્યારે આ બાદ તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે. એટલુ જ નહિ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના કાર્યક્રમો પણ રદ કરાયા છે.
કોરોના સંક્રમણ (corona virus) વધવા સાથે સરકારી કાર્યક્રમો પર રોક કરાયા છે. મુખ્યમંત્રીએ 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સાથે જ સરકારના તમામ મંત્રીઓને પ્રભારી જિલ્લામાં કોરોના (corona case) સ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે. 2 દિવસ તમામ મંત્રીઓ પ્રભારી જિલ્લામાં સમીક્ષા કરશે. IAS અધિકારીઓને પણ જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી સોંપી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને આગામી 2 દિવસમાં પોતાના પ્રભારી જિલ્લાઓનો પ્રવાસ કરવા સૂચના અપાઈ છે. જિલ્લામાં વર્તમાન કોરોના પરિસ્થિતિ, કોરોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાં, હોસ્પિટલોની પરિસ્થિતિ, વેક્સીનેશન, ટેસ્ટિંગની સ્થિતિ પર સમીક્ષા કરવા સૂચના આપી દેવાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરી વર્તમાન પરિસ્થિતિ અંગે રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે.
આ ઉપરાંત રાજયમા પ્રવર્તી રહેલ કોવિડ-૧૯ની સાપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજયના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહિ તેવુ કહેવાયુ છે.
સરકાર દ્વારા કોરોના મામલે અનેક મોટા નિર્ણયો લેવાઈ રહ્યાં છે. કોરોના સંક્રમણ વધતા પ્રભારી સચિવોને જવાબદારી સોંપાઈ છે. રાજ્યના 33 જિલ્લામાં નવા પ્રભારી સચિવોની નિમણૂંક કરાઈ છે. તો અમુક જિલ્લામાં જુના પ્રભારી સચિવને ચાલુ રખાયા છે. અમદાવાદ શહેરની જવાબદારી મુકેશકુમારને, રાજકોટમાં રાહુલ ગુપ્તાને, વડોદરામાં વિનોદ રાવ અને સુરતમાં એમ. થેન્નારસનને જવાબદારી સોંપાઈ છે.
બીજી તરફ, ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પત્ર લખ્યો છે. તીવ્ર ગતિએ ફેલાતા કોરોના સંક્રમણને કારણે કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઓનલાઈન શિક્ષણ અને 'વર્ક ફ્રોમ હોમ' આપવા અપીલ કરી છે. રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ વધતા કેસોને પગલે ભયનો માહોલ છે. કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાય એ હેતુથી ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવા અપીલ કરાઇ છે. હાલની સ્થિતિએ માનસિક તણાવગ્રસ્ત અવસ્થામાં વિદ્યાર્થીઓ માટે ભણવું અને અધ્યાપકો માટે ભણાવવું મુશ્કેલ થઈ રહ્યા અંગે રજૂઆત કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે