કોરોનાની ફેમિલી બન્ચિંગ સ્ટાઈલ પર ગુજરાત આવેલી કેન્દ્રની ટીમે કહ્યું કે...

કોરોનાની ફેમિલી બન્ચિંગ સ્ટાઈલ પર ગુજરાત આવેલી કેન્દ્રની ટીમે કહ્યું કે...
  • દેશભરમાં ફેમેલી બન્ચિંગનાં કેસમાં વધારો થયો તેવુ કેન્દ્રથી આવેલી ટીમે જણાવ્યું
  • ડો. અમર પાટીલે હોસ્પિટલોની સુવિધા નિહાળી, કન્ટેઇનમેન્ટ ઝોનની મુકાલાત લીધી

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થતા હવે કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે. સ્થાનિક તંત્રની કામગીરીમાં રહેલી કચાશ દૂર કરવા ત્રણ ડોક્ટરોની ટીમ બે દિવસ સુધી માહિતી મેળવશે અને કેટલા સુધારા કરવા તેની સુચનો આપશે. ગઈકાલે કેન્દ્ર સરકારનાં હેલ્થ વિભાગનાં ડો. અમર પાટીલ, ડો. પી.એસ. દંગવાલ અને ડો. કપૂર રાજકોટ પહોંચ્યા હતા.

‘અવેલેબલ’નું બોર્ડ મારતા જ ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર લેવા ફરી લાંબી લાઈનો પડી

રાજકોટમાં કોરોના દર્દીઓનાં મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ આવેલી કેન્દ્રીય આરોગ્યની ટીમ કોરોનાનાં વધતા કેસ, હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા, વેન્ટીલેટરની સુવિધા અને રેમડેસિવિર ઇન્જક્શન સહિતની માહિતીઓ મેળવી હતી. રાજકોટમાં કેસ વધ્યા છે તેની પાછળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનની પણ આ ત્રણ તબીબોની ટીમ રૂબરૂ મુલાકાત કરી હતી. ડો. અમર પાટીલે જણાવ્યું હતું કે, દેશભરમાં અને ખાસ ગુજરાતમાં ફેમિલી બન્ચિંગનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. બાળકો સહિત આખો પરિવાર સંક્રિમિત થાય છે તેવું માત્ર રાજકોટ-સૌરાષ્ટ્રમાં નથી. પરંતુ આખા ભારતભરમાં આવા કેસો જોવા મળી રહ્યું છે. કોરોનાની ચેઇન તોડવી ખૂબ જ જરૂરી છે. હોસ્પિટલની સુવિધા વધવાથી કોરોના કાબૂમાં નહિ આવે પરંતુ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું ખૂબ જ જરૂરી છે. 

દિલ્હીથી ડો.અમલ પાટીલ, ડો.કપૂર અને ડો. દંગવાલ રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરી હતી. તેમજ કન્ટેનમેન્ટ ઝોન, રસીકરણ કેન્દ્ર અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓએ રાજકોટની સમીક્ષા કરી હતી. સાથે જ રાજકોટમાં સતત વધતા મૃત્યુઆંક વિશે પણ વિગતો મેળવી હતી. કોરોના રોકવા અંગે માર્ગદર્શન પણ આપશે. હાલ કોરાનાને રોકવા અને ચેઇન તોડવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર મૂકવા પર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

કેમ તંત્ર હવે થયું દોડતું

  • કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ કન્ટેઇનમેન્ટ ઝોન કરાયા જાહેર
  • સિવીલ હોસ્પિટલમાં ઓક્સિઝનનું પ્રમાણ વધાર્યું
  • કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટીંગ વધારાયું, દર્દીઓની સારવાર શરૂ
  • માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સિલ કરવાની કામગીરી
  • રેમડેસિવિર ઇન્જેક્શનનો 10 હજાર ડોઝ તાત્કાલીક પહોંચ્યા
  • ઇન્ટર્ન તબીબોની તાત્કાલીક ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ
  • સરકારી હોસ્પિટલોમાં બેડની સુવિધી ઉભી કરાઇ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news