Gujarat Corona Upadate: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ વધ્યા, 4 મહાનગરોમાં નોંધાયા આટલા કેસ
ગુજરાતમાં કોરોનાના નવા 67 નવા કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ 19 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,361 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે.
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 67 નવા કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ 19 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,361 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના 3,35,822 ડોઝ આપવામાં આવ્યા હતા.
હાલ રાજ્યમાં કુલ 417 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 409 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,361 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન 11, વડોદરા અને જામનગર કોર્પોરેશન 7-7, સુરત 4, બનાસકાંઠા, વલસાડ 3-3, અમદાવાદ, કચ્છ, નવસારી તાપીમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 1 નોધાતા આ પ્રકારે કુલ 67 કેસ નોંધાયા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 25 ને રસીનો પ્રથમ, 1713 વર્કરને રસીનો બીજો ડોઝ, 45 વર્ષથી વધારે ઉંમરના 10094 નાગરિકોને રસીનો પ્રથમ, 76923 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34166 નાગરિકોને રસીનો પ્રથમ, 212901 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,35,822 રસીના ડોઝ જ્યારે કુલ 8,38,62,280 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે