GUJARAT CORONA UPDATE: નવા 244 કેસ, 131 દર્દી સાજા થયા એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના આજે નવા 244 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 131 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,323 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.00 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 10,937 રસીના ડોઝ અપાયા હતા.
GUJARAT CORONA UPDATE: નવા 244 કેસ, 131 દર્દી સાજા થયા એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 244 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 131 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,323 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.00 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 10,937 રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1374 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1369 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,323 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 117, વડોદરા કોર્પોરેશન 29, સુરત કોર્પોરેશન 32, રાજકોટ કોર્પોરેશન 10, સુરત 6, વલસાડ 6, ભાવનગર કોર્પોરેશન અને વડોદરામાં 5-5 કેસ તથા સુરેન્દ્રનગર 4, ભરૂચ 4, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, મહેસાણા અને નવસારીમાં 3-3 કેસ નોંધાયા છે, ખેડામાં 2, ભાવનગર, જામનગર અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 100 નાગરિકોને રસીનો પ્રથમ અને 1685 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 32 ને રસીનો પ્રથમ અને 296 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 7714 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 454 ને રસીનો પ્રથમ અને 656 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 10,937 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,08,64,466 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news