Corona Update: રાજ્યમાં આજે 1204 કેસ નોંધાયા, 14ના મોત, રેકોર્ડ બ્રેક ટેસ્ટ કરાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1204 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે વધુ 14 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1324 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 80 ટકા પહોંચી ગયો છે.

Corona Update: રાજ્યમાં આજે 1204 કેસ નોંધાયા, 14ના મોત, રેકોર્ડ બ્રેક ટેસ્ટ કરાયા

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1204 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે વધુ 14 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1324 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 80 ટકા પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 2869 થયો છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 67 હજાર 277 દર્દીઓ સાજા થયા છે. 

ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 2869 લોકોના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 14 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 3, સુરત જિલ્લામાં 5, વડોદરા 2, જ્યારે રાજકોટ, ભાવનગર, આણંદ, પંચમહાલમાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2869 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં મોટો વધારો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દરરોજ પ્રતિ મીલીયન વસ્તી પ્રમાણે 1120.87 ટેસ્ટ થઈ રહ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 15,20,067 કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 14320 છે. જેમાં 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 14231 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 67,277 દર્દીઓ સાજા થયા છે.  રાજ્યમાં આજની તારીખે 4 લાખ 66 હજાર 462 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 21, 2020

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 251, અમદાવાદ શહેરમાં 1179, વડોદરા શહેરમાં 120, રાજકોટ 97, જામનગરમાં 77, પંચમહાલમાં 44, ભાવનગરમાં 27, મોરબીમાં 20, કચ્છમાં 38, દાહોદમાં 28, અમરેલીમાં 19, મહેસાણામાં 27, ગીરસોમનાથમાં 17, પોરબંદરમાં 8, પાટણમાં 15, છોટાઉદેપુરમાં 5, સાબરકાંઠા 9, બનાસકાંઠા 23, ગાંધીનગર 34, ખેડા 10, બોટાદ 8, નર્મદા 11, અરવલ્લી 3, મહિસાગર 8, નવસારી 9, તાપી 9, વલસાડ 4, જૂનાગઢ 32, સુરેંદ્રનગર 3, દેવભૂમિ દ્વારાકા 6, ડાંગમાં 8 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news