'રાજીવ ગાંધી ખેલ રત્ન'ની જાહેરાત, રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને મળશે આ એવોર્ડ

ભારતની સીમિત ઓવરની ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સહિત 5 લોકોને આ વર્ષે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) આપવામાં આવશે.

'રાજીવ ગાંધી ખેલ રત્ન'ની જાહેરાત, રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને મળશે આ એવોર્ડ

નવી દિલ્હી: ભારતની સીમિત ઓવરની ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સહિત 5 લોકોને આ વર્ષે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) આપવામાં આવશે. આ ખેલ પુરસ્કારના ઇતિહાસમાં પહેલીવાર હશે કે 5 લોકોને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. 

ખેલ એવોર્ડ-2020ની સમિતિએ શુક્રવારે રોહિત શર્મા, મહિલા પહેલવાન વિનેશ ફોગાટ (Vinesh Phogat), મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ (Rani Rampal), મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા (Manika Batra) અને પૈરા એથલીટ મરિયપ્પન થેંગાવેલૂ  (Mariappan Thangavelu) ને 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. 

Ministry of Youth Affairs and Sports congratulates all the winners of National Sports Awards for the year 2020. We highly appreciate each of your contribution to Indian Sports.🇮🇳 @KirenRijiju @PMOIndia@Media_SAI @PIB_Indiahttps://t.co/Sw7oKszb5u

— Dept of Sports MYAS (@IndiaSports) August 21, 2020

ખેલ રત્ન પ્રાપ્ત કરનાર રોહિત શર્મા ચોથા ક્રિકેટર હશે. તે પહેલાં સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને આ એવોર્ડ મળી ચૂક્યો છે. તો બીજી તરફ ઇશાંત શર્મા સહિત 27 ખેલાડીઓને 29 ઓગસ્ટના રોજ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પુરસ્કારોની અંતિમ યાદીમાં સાક્ષી મલિક અને મીરાબાઇ ચાનૂના નામ હટાવવામાં આવ્યા છે. આ બંને નામોની ભલામણ અર્જુન એવોર્ડ માટે કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news