બસમાં માણો 'દિલ્હીથી લંડન' સુધીના પ્રવાસની મજા, ફક્ત લાગશે આટલા દિવસ
જો તમે દુનિયા (World) ફરવાનો શોખ ધરાવો છો તો આ સમાચાર તમારા માટે છે. દિલ્હી (Delhi)થી લંડન (London) જવા માટે લોકો હવાઇ યાત્રા (Aeroplane) નો ઉપયોગ કરે છે, પરંતુ હવે તમે રોડ (Road) માર્ગે પણ દિલ્હીથી લંડન જઇ શકશો.
Trending Photos
નવી દિલ્હી: જો તમે દુનિયા (World) ફરવાનો શોખ ધરાવો છો તો આ સમાચાર તમારા માટે છે. દિલ્હી (Delhi)થી લંડન (London) જવા માટે લોકો હવાઇ યાત્રા (Aeroplane) નો ઉપયોગ કરે છે, પરંતુ હવે તમે રોડ (Road) માર્ગે પણ દિલ્હીથી લંડન જઇ શકશો. ગુડગાવ (Gurgaon)ની ખાનગી ટ્રાવેલ કંપની (Private traveler company) એ 15 ઓગસ્ટના એક બસ સર્વિસ લોન્ચ કરી. જેનું નામ 'બસ ટૂ લંડન' (Bus to London) છે. આ બસ દ્વારા 70 દિવસમાં તમે દિલ્હીથી પહોંચી શકો છો, તે પણ રોડ માર્ગે અને આ મુસાફરી એક તરફી હશે.
70 દિવસના દિલ્હીથી લંડનના સફરમાં તમને 18 અન્ય દેશોમાંથી પસાર થવું પડશે. આ દેશોમાં ઇન્ડિયા, મ્યાંમાર, થાઇલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિઝસ્તાન, ઉજ્બેકિસ્તાન, કઝાકિસ્તાન, રૂસ, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક ગણરાજ્ય, જર્મની, નેધરલેન્ડ, બેલ્ઝિયમ, ફ્રાંસ અને યૂનાઇડેટ કિંગડમ છે.
જોકે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થશે કે આ કેવી રીતે શકય થશે. જોકે દિલ્હી નિવાસી તુષાર (Tushar) અને સંજય મદાન (Sanjay Madan), બંને પહેલાં પણ રોડ માર્ગે દિલ્હીથી લંડન જઇ ચૂક્યા છે. એટલું જ નહી બંનેએ 2017, 2018 અને 2019માં આ સફર કાર વડે પુરી કરી હતી. તેના આધારે આ વખતે 20 લોકો સાથે આ સફર (Journey) બસ (Bus) વડે પુરો કરવાનો પ્લાન છે.
'બસ ટૂ લંડન'ના આ સફરમાં તમને દરેક સુવિધા પુરી પાડવામાં આવશે. આ સફર માટે ખાસ પ્રકારની બસ તૈયાર કરવામાં આવી રહી છે. આ બસમાં 20 સવારીઓને બેસવાની વ્યવસ્થા હશે. અને તમામ સીટો બિઝનેસ ક્લાસ (Business Class)ની હશે. બસમાં 20 મુસાફરો ઉપરાંત 4 અન્ય લોકો હશે, જેમાં એક ડ્રાઇવર (Driver), એક આસિસ્ટંટ ડ્રાઇવર (Assistant driver), ઓર્ગેનાઇઝર (Organiser) તરફથી એક કેરટેકર અને એક ગાઇડ (Guide) પણ રહેશે. જોકે 18 દેશોની આ મુસાફરીમાં ગાઇડ બદલાતા રહેશે. જેથી મુસાફરોને કોઇ સમસ્યા ના હોય.
હવે તમારા મનમાં પશ્ન જરૂર થશે કે મુસાફરી પુરી કરવા માટે વીઝા (Visa) અને કેટલા પૈસા લાગશે? તો તમને જણાવી દઇએ કે એક વ્યક્તિને આ સફર માટે 10 દેશોના વીઝા (10 Visa) ની જરૂર પડશે. તો સવારીઓને કોઇપણ પ્રકારની પરેશાની ન થાય એટલા માટે ટ્રાવેલર કંપની (Travel Company) જ તમારા વીઝાની વ્યવસ્થા કરશે.
'બસ ટૂ લંડન' આ સફર માટે 4 કેટેગરી (Category) સિલેક્ટ કરવામાં આવી છે. કોઇની પાસે સમયનો અભાવ છે અને લંડન સુધી મુસાફરી કરી શકતો નથી, અને તે અન્ય દેશોને ફરવા માંગે છે તો તે કેટેગરી સિલેક્ટ કરી શકે છે. દરેક કેટેગરી માટે તમારે અલગ-અલગ કિંમત ચૂકવવી પડશે. દિલ્હીથી લંડન સુધીની સફર માટે તમારે 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ટૂર (Tour) તમારા માટે ઇએમઆઇ (EMI) નો ઓપ્શન (Option) પણ આપવામાં આવશે.
એડવેંચર ઓવરલેંડ ટ્રાવેલર કંપનીના ફાઉન્ડર (Founder) તુષાર અગ્રવાલે (Tushar Agrawal) જણાવ્યું કે 'હું અને મારા સાથે સંજય મદાને 2017, 2018 અને 2019 માં કાર વડે દિલ્હીથી લંડન ગયા હતા, તો બીજી તરફ અમારી સાથે કેટલાક અન્ય સાથી પણ હતા. અમે દર વર્ષે આ પ્રકારની એક ટ્રિપ (Trip) ઓર્ગેનાઇઝ કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે