Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો વધારો, આંકડો 700ને પાર


ગુજરાતમાં કોરોના ફરી બેકાબુ બની રહ્યો છે. ખાસ કરીને મહાનગરોમાં જે પ્રમાણે કેસ વધી રહ્યાં છે તે ચિંતાજનક બાબત છે. 

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો વધારો, આંકડો 700ને પાર

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થઈ ગયો છે. દરરોજ નવા કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 710 નવા કેસ નોંધાયા છે. આશરે ત્રણ મહિના બાદ રાજ્યમાં એક દિવસમાં આટલા કેસ સામે આવ્યા છે. ખાસ કરીને મહાનગરોમાં નવા કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. સારવાર બાદ 451 લોકો સાજા થયા છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં સામે આવ્યા છે. અહીં 201 નવા કેસ આવ્યા છે. તો અમદાવાદ જિલ્લામાં 153 કેસ સામે આવ્યા છે. વડોદરા જિલ્લામાં 95, રાજકોટ 77 કેસ સામે આવ્યા છે. આ સિવાય આણંદમાં 18, ખેડામાં 14, સાબરકાંઠામાં 14, કચ્છમાં 13, ભરૂચ 12, ભાવનગર 13, નવસારીમાં નવ અને ગાંધીનગરમાં 16 કેસ સામે આવ્યા છે. 

શું છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ફરી વધારો થઈ રહ્યો છે. આજની તારીખે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3788 થઈ ગઈ છે, જેમાં 49 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી કુલ 267701 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે ગુજરાતમાં અત્યાર સુધી 4418 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યનો રિકવરી રેટ 97 ટકા
ગુજરાતનો કોરોના સામે રિકવરી રેટ 97.03 ટકા છે. રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં કુલ 16 હજાર 911 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 17 લાખ 24 હજાર 805 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતના ચાર જિલ્લામાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news