આવી ગયું રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું શિડ્યુલ, ગુજરાતમાં ચાર દિવસ ક્યાં ક્યાં ફરશે

Bharat Jodo Nyay Yatra: ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચે પૂર્ણ થશે... રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટો રાજકીય તફાવત ઊભો કરવા માંગે છે

આવી ગયું રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું શિડ્યુલ, ગુજરાતમાં ચાર દિવસ ક્યાં ક્યાં ફરશે

Rahul Gandhi In Gujarat ગૌરવ પટેલ/અમદાવાદ : રાહુલ ગાંધીના ગુજરાત આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે રાહુલ ગાંધીની ગુજરાતમાથી નીકળનારી આ યાત્રાનું શિડ્યુલ આવી ગયું છે. આ ન્યાય યાત્રા ગુજરાતમાં ક્યાંથી શરૂ થશે અને ક્યાં પૂર્ણ થશે તેની માહિતી સામે આવી છે. આ ઉપરાંત આ યાત્રામાં રાહુલ ગાંધીનું જાહેર સંબોધન કયા સ્થળે થશે તે પણ જાહેર કરાયું છે. આ ન્યાય યાત્રા કુલ ચાર દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ફરશે અને રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે તથા લોકો સાથે મુલાકાત કરશે. 

પ્રથમ દિવસ, 7 માર્ચ
ગુજરાત કોંગ્રેસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રારંભ 7 માર્ચથી ગુજરાતમાં થશે. આ યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી બપોરે 3.00 કલાકે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ બપોરે 3.30 કલાકે ઝાલોદ ખાતે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે. આ બાદ ન્યાય યાત્રા ઝાલોદથી નિકળી લીંમડી ખાતે પહોંચશે. લીંમડી ખાતે રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરવાના છે.  

બીજો દિવસ, 8 માર્ચ 
બીજા દિવસે 8 માર્ચે સવારે 8.00 કલાકે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. દાહોદથી સવારે 10.00 કલાકે ન્યાય યાત્રા લીમખેડા પહોંચશે. જ્યાં સ્થાનિક કાર્યકરો અને નેતાઓ યાત્રાનું સ્વાગત કરશે. આ દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે. તેના બાદ ન્યાય યાત્રા સવારે 11.00 કલાકે યાત્રા પીપલોદ પહોંચશે, જ્યાં યાત્રાનું સ્વાગત કરાશે. ત્યારે બાદ 11.30 કલાકે પંચમહાલના ગોધરા ખાતે યાત્રા પહોંચશે. ગોધરા ખાતે યાત્રાનુ સ્વાગત અમે કોર્નર બેઠક યોજાશે. બપોરના ભોજન બાદ 2.00 કલાકે યાત્રા હાલોલ પહોંચશે. હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટીગ અને સ્વાગતનું આયોજન કરાશે. હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચશે, જ્યાં યાત્રાનું સ્વાગત કરાશે. રાહુલ ગાંધી મા મહાકાળીના દર્શન પણ કરી શકે છે. યાત્રા પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે. અહીં ન્યાય યાત્રાનું બોડીલી ખાતે રાત્રિ રોકાણ થશે. 

ત્રીજો દિવસ, 9 માર્ચ 
9 માર્ચની સવારે 8.00 કલાકે બોડેલી ખાતે પદયાત્રાનો પ્રારંભ થશે. બોડેલીથી ન્યાય યાત્રા નસવાડી પહોંચશે, જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે. નસવાડીથી રાજપીપળા પહોંચશે, રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજનનુ આયોજન કરાયું છે. રાજપીપળાથી કાલાઘોડા જશે, જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત થશે. બેંક ઓફ બરોડા સર્કલથી યાત્રા નેત્રંગ પહોંચશે, જ્યાં અઢી કલાકે કોર્નર બેઠક થશે. 

ચોથો દિવસ, 10 માર્ચ
10 માર્ચના રોજ સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન થશે. રાહુલ ગાઁધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. અહીં બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મીટીંગનું આયોજન કરાયું છે. તેના બાદ યાત્રા બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોચશે. વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોદાશે. વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે. 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં ન્યાય યાત્રાન પ્રવેશ થશે. 

રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા કોંગ્રેસમા નવા પ્રાણ પૂરશે
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભારતીય રાજકારણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ભાજપને બે બેઠકો થી સત્તાના શિખરે પહોંચવામાં રામ મંદિરના મુદ્દાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે અને પાર્ટીની વ્યૂહરચના એ છે કે અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે ત્યારે તેની મદદથી જીતની હેટ્રિક ફટકારવામાં આવે. ભાજપે 2024ની રાજકીય લડાઈ રામ મંદિરના મુદ્દે જ લડવાની યોજના બનાવી છે. ભાજપે દેશની કરોડો પ્રજાને બતાવવામાં વ્યસ્ત છે કે તેણે રામ મંદિરનું સપનું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવાની કોઈ વિપક્ષી પાર્ટીમાં હિંમત નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટો રાજકીય તફાવત ઊભો કરવા માંગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news