ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક કરી હાર્દિકનો અશ્લિલ વીડિયો કરાયો પોસ્ટ
ભાજપના પ્રવક્તા તેજેન્દ્રસિંહ બગ્ગાએ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટનો સ્ક્રિન શોટ લઈને ટ્વીટ કરીને રાહુલ ગાંધીને પુછ્યું કે, શું તમે આવા લોકોને પ્રમોટ કરીને મત માગશો?
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક કરવામાં આવી છે. આ વેબસાઈટ હેક કરીને તેના ઉપર હાર્દિક પટેલનો જુનો અશ્લિલ વીડિયો પોસ્ટ કરાયો છે. હાલ આ વેબસાઈટ બંધ જોવા મળી રહી છે.
ગુજરાત કોંગ્રેસના આઈટી સેલના ઈન્ચાર્જ હેમાંગ રાવલનો જ્યારે સંપર્ક કરાયો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, વેબસાઈટ એક સર્વર પર ચાલતી હોય છે અને અનેક લોકો હેક કરી શકે છે. કોંગ્રેસે જણાવ્યું કે, તેઓ આ અંગે પોલીસ ફરિયાદ કરશે અને બગ્ગાજીના સ્માર્ટફોનને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલવાની માગણી કરશે.
ભાજપના પ્રવક્તા તેજેન્દ્રસિંહ બગ્ગાએ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટનો સ્ક્રિન શોટ લઈને ટ્વીટ કરીને રાહુલ ગાંધીને પુછ્યું કે, શું તમે આવા લોકોને પ્રમોટ કરીને મત માગશો?
આ અંગે તજિંન્દર સિંહ બગ્ગાને જ્યારે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ટ્વીટર પર જ્યારે મને આ લિન્ક જવા મળી ત્યારે મેં તેના સ્ક્રીન શોટ લઈને રાહુલ ગાંધીને આ સવાલ પુછ્યો હતો? બગ્ગાજીને જ્યારે પુછ્યું કે, તેમની પાસે આ સ્ક્રિનશોટ ક્યાંથી આવ્યા તો તેમણે જણાવ્યું કે, ઈન્ટરનેટ પર આવા અસંખ્ય સ્ક્રીનશોટ ફરી રહ્યા છે અને મારી પાસે ટ્વીટર પર આવા અનેક સ્ક્રીનશોટ આવ્યા હતા. આ સ્ક્રીનશોટને મેં ફોરવોર્ડ કર્યા હતા.
કોંગ્રેસના આઈટી સેલના ઈન્ચાર્જ હેમાંગ રાવલને આ અંગે જ્યારે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની આ વેબસાઈટ પર એરર આવી રહી છે. કોઈએ તેને હેક કરી હોય એવું લાગતાં અમે વેબસાઈટ બંધ કરી દીધી છે. અમે આ વેબસાઈટ ક્યાંથી હેક કરાઈ છે, તેનું આઈપી એડ્રેસ શોધીને ફરિયાદ નોંધાવીશું.
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું કે, "અમારી વેબસાઈટનો સ્ક્રિન શોટ સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તજિન્દર બગ્ગા પાસે કેવી રીતે પહોંચ્યો તે અમે જાણવા માગીએ છીએ. અમે અમારી ફરિયાદમાં બગ્ગાના નામનો પણ સમાવેશ કરીશું."
હજુ ચાર-પાંચ દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ હેક થઈ હતી. ત્યારે કોંગ્રેસે આ વેબસાઈટ હેક થવાની જાણ કરાઈ હતી. હવે આજે જ્યારે કોંગ્રેસની વેબસાઈટ હેક થઈ છે ત્યારે ભાજપના પ્રવક્તાએ સૌ પ્રથમ તેના સ્ક્રિન શોટ લઈને સીધા રાહુલ ગાંધીને ટ્વીટ કર્યા છે.
આથી સવાલ એ થાય છે કે, આ પ્રકારની પ્રવૃત્તિ કોણે કરી અને તેના માટે જવાબદાર કોણ છે. હાલ ભાજપ અને કોંગ્રેસ બંને એક-બીજા પર આરોપ- પ્રત્યારોપ લગાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે