જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને કર્યો સવાલ: 'હાર્દિક પટેલને પ્રવેશ કરાવવો એ તમારી કેવી મજબૂરી, કેમ આવવા લોકોને લેવા પડે છે'?

Hardik Patel In BJP: હાર્દિકના ભાજપ પ્રવેશ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને અનેક વેધક સવાલ કર્યા હતા. તેમણે જગદીશ ઠાકોરે જણાવ્યું કે, હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવોએ કેવી મજબૂરી. કાનના કીડા સરી પડે એવું બોલનારને ભાજપમાં કેમ લેવો પડ્યો

જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને કર્યો સવાલ: 'હાર્દિક પટેલને પ્રવેશ કરાવવો એ તમારી કેવી મજબૂરી, કેમ આવવા લોકોને લેવા પડે છે'?

Hardik Patel In BJP:  હાર્દિક પટેલ આજે ભારે ઉતાર ચઢાવ વચ્ચે કમલમમાં કેસરિયા કરી ચૂક્યા છે. હાર્દિકે હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇને સીઆર પાટિલની હાજરીમાં ખેસ અને નીતિન પટેલની હાજરીમાં ટોપી પહેરી છે. હાર્દિક પટેલે આજે ભાજપના થયા બાદ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પોતાનું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો હતો. 

હાર્દિકના ભાજપ પ્રવેશ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને અનેક વેધક સવાલ કર્યા હતા. તેમણે જગદીશ ઠાકોરે જણાવ્યું કે, હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવોએ કેવી મજબૂરી. કાનના કીડા સરી પડે એવું બોલનારને ભાજપમાં કેમ લેવો પડ્યો. તમારે કેમ આવવા લોકોને લેવા પડે છે. જ્યાં જાવ ત્યાં ઠરીને રહેવાની હાર્દિકને જગદીશ ઠાકોરે સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે આજે ભાજપના થયા બાદ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિર આધારા શિલા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. કોંગ્રેસમાં હતો, ત્યારે પણ પીએમના નિર્ણયોની પ્રશંસા કરતો હતો.કોંગ્રેસના લોકોએ મારા પર અનેક આક્ષેપ કર્યા છે. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો. પરંતુ આખરે મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ચૂક્યો છે. આ પ્રસંગે હાર્દિક પટેલે દાવો કર્યો છે કે તે દર 10 દિવસમાં ભાજપમાં અનેક લોકો ભાજપમાં જોડાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news