JEE-NEET ની પરીક્ષા ન યોજવા કોંગ્રેસનું ગુજરાતભરમાં આક્રમક આંદોલન

અમદાવાદ, વડોદરા, સુરત સહિત સમગ્ર રાજ્યમાં દેખાવો (#Rise_AgainstExamsInCovid) કરી પરીક્ષા મોકૂફ રાખવા માંગ કરી છે

JEE-NEET ની પરીક્ષા ન યોજવા કોંગ્રેસનું ગુજરાતભરમાં આક્રમક આંદોલન

ઝી મીડિયા/બ્યૂરો :JEE-NEET ની પરીક્ષાને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવો યોજાયા છે. જેમાં કોરોનાની મહામારીમાં JEE-NEET ની પરીક્ષા ( #JEE_NEETcanWAIT) ન યોજવા માંગ કરી છે. જેઇઇ અને નીટની પરીક્ષાઓ યોજવાના કેન્દ્રના નિર્ણય સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યભરમાં દેખાવો કર્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિત સમગ્ર રાજ્યમાં દેખાવો (#Rise_AgainstExamsInCovid) કરી પરીક્ષા મોકૂફ રાખવા માંગ કરી છે.  અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો યોજાયા હતા. જેમાં કોંગ્રેસ પ્રમઉખ અમિત ચાવડા સહિતના નેતાઓ દેખાવોમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી NEET ના 80 હજાર અને JEE ના 27 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સમગ્ર દેશમાં 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. 1 સપ્ટેમ્બરથી JEE અને 13 સપ્ટેમ્બરથી NEET ની પરીક્ષાનો પ્રારંભ થશે. 

ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...  

વડોદરામાં ચક્કાજામ કર્યું 
વડોદરામાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તેવો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં કોંગ્રેસ કાર્યકરોએ ચક્કાજામ કર્યું હતું. દાંડિયા બજાર ચાર રસ્તા પર એસટી બસ રોકી વિરોધ કર્યો હતો. સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ બસ પર પણ ચઢી ગયા હતા. બસ પર ચઢીને જેઇઈ અને નીટ પરીક્ષા મુલતવી રાખવાના બેનર લગાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસ કાર્યકરોને પોલીસ ટિંગા ટોળી કરી લઈ જવાયા હતા. 

સુરતમાં વિરોધ
સુરત કોંગ્રેસ દ્વારા પણ જેઈઇ અને નીટની પરીક્ષા મુલતવી રાખવા માંગ કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી બહાર વિરોધ દર્શાવવા એકઠા થયા હતા. 

પાટણમાં ધરણા અને વિરોધ 
પાટણ જિલ્લા કોંગ્રેસ અને NSUI દ્વારા કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા JEE અને NEET ની પરીક્ષા ન યોજવાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું હતું. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ઘરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, JEE અને NEET ની પરીક્ષા ન યોજવી જોઈએ.

બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન
પાલનપુર કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ અને એનએસઆઇયુના ધરણા યોજાયા હતા. જેમાં  JEE અને NEET ની પરીક્ષા ન યોજવા તેમજ સ્કૂલ અને કોલેજોની ફી માફ કરવા માંગ કરાઈ હતી. NSUIના વિધાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનમાં ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કરાયા હતા. 

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :

અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત 

કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના

ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...  

ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news