CM Bhupendra Patel : ગુજરાતની બે શહેરના લોકો માટે આનંદના સમાચાર, સરકારે આપી આ મંજૂરી

Big Decision : રાજ્યમાં ૧ લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની તમામ નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનાનો લાભ... રાજ્યની બે નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનામાં નવી ૩પ બસના સંચાલન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈદ્ધાંતિક મંજૂરી 
 

CM Bhupendra Patel : ગુજરાતની બે શહેરના લોકો માટે આનંદના સમાચાર, સરકારે આપી આ મંજૂરી

Gujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોને સુદ્રઢ જાહેર શહેરી પરિવહન સુવિધા આપીને ‘‘ઇઝ ઓફ લીવીંગ’’ વધારવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યની બે નગરપાલિકાઓ ગાંધીધામ નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અન્વયે નવી ૩૪ બસોના સંચાલન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના રાજ્યમાં ર૦૧૮ થી શરૂ કરવામાં આવેલી છે તેમજ ૮ મહાનગરપાલિકાઓ અને ૧ લાખથી વધુની વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો છે. રાજ્ય સરકારે ‘અ’ વર્ગની ર૦ નગરપાલિકાઓ માટે રપર બસ મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અન્વયે કાર્યરત કરાવી છે. 

હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ બે નગરપાલિકાઓ ગાંધીધામને ૧૩ અને બોટાદને રર બસના સંચાલન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીને પરિણામે રાજ્યની ‘અ’ વર્ગની તમામ રર નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના તળે સાંકળી લેવામાં આવી છે અને નાગરિકોને સરળ જાહેર પરિવહન સેવાઓ મળતી થઇ રહી છે. 

આ મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રતિવર્ષ રૂ. ર૯૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવે છે. એટલું જ નહિ, આ યોજના અન્વયે ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ મોડલ પર સમગ્રતયા કુલ ર૮૬૪ શહેરી બસ ઉમેરવાના લક્ષ્ય સામે અત્યાર સુધીમાં ૧રપ૦ બસ  ઉમેરવામાં આવી છે. 

તદ્દઅનુસાર, પાંચ મહાગરપાલિકાઓમાં ૩૮ર ઇલેક્ટ્રીક બસ અને ૭૮પ સી.એન.જી બસ મળીને કુલ ૧૧૬૭ બસ તથા ૭ નગરપાલિકાઓમાં ૮૩ સી.એન.જી બસ કાર્યરત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news