પેટાચૂંટણીની પળેપળની માહિતી Live : બપોર 3 વાગ્યા સુધી 41.24% મતદાન, સૌથી વધુ ડાંગમાં 56.78%
પેટાચૂંટણીમાં મતદાન શરૂ થઈને 5 કલાક વીતી ગયા છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાં ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં ક્યાંક મતદાન કરવાનો લોકોનો ઉત્સાહ ઓસર્યો હોય તેવુ લાગી રહ્યું છે. 12 વાગ્યા સુધી માં 8 વિધાનસભાની બેઠકો પર સરેરાશ 25.36 ટકાથી વધુ મતદાન થયું છે. ચૂંટણી (byelection) મા દર વખતે બપોર બાદ મતદાન ઘટી જતુ હોય છે, અને ચાર વાગ્યા બાદ ફરીથી મતદાન શરૂ થતુ હોય છે, આવામાં ખરો આંકડો તો સાંજે જ જોવા મળશે. જોકે, કોરોનાકાળમાં 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય આપવામાં આવ્યો છે. તો ક્યાંક મતદારોએ મતદાનનો બહિષ્કાર પણ કર્યો હોય તેવું જાણવા મળ્યુ છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :પેટાચૂંટણીમાં મતદાન શરૂ થઈને 5 કલાક વીતી ગયા છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાં ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં ક્યાંક મતદાન કરવાનો લોકોનો ઉત્સાહ ઓસર્યો હોય તેવુ લાગી રહ્યું છે. 2 વાગ્યા સુધી માં 8 વિધાનસભાની બેઠકો પર સરેરાશ 36.56 ટકાથી વધુ મતદાન થયું છે. ચૂંટણી (byelection) મા દર વખતે બપોર બાદ મતદાન ઘટી જતુ હોય છે, અને ચાર વાગ્યા બાદ ફરીથી મતદાન શરૂ થતુ હોય છે, આવામાં ખરો આંકડો તો સાંજે જ જોવા મળશે. જોકે, કોરોનાકાળમાં 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય આપવામાં આવ્યો છે. તો ક્યાંક મતદારોએ મતદાનનો બહિષ્કાર પણ કર્યો હોય તેવું જાણવા મળ્યુ છે.
3 વાગ્યા સુધી 41.24 ટકા મતદાન
વિધાનસભાની 8 બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 41.24 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં અને સૌથી ઓછું ધારીમાં નોંધાયુ છે. મતદાનના આંકડા પર એક નજર કરીએ તો ધારીમાં 23.78 ટકા, ગઢડામાં 37.38 ટકા, ડાંગમાં 56.78 ટકા, અબડાસામાં 38.41 ટકા, મોરબીમા 40.38 ટકા, લીંબડીમાં 43.50 ટકા, કરજણમાં 40.64 ટકા અને કપરાડામાં 51.07 ટકા મતદાન નોંધાયું છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં મતદાન
બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 36.56 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ કરજણમાં નોંધાયુ છે, તો સૌથી ઓછું ધારીમાં નોંધાયું છે. ધારી બેઠક પર સવારથી જ મતદાન સતત ઓછુ નોંધાઈ રહ્યું છે. આંકડા પર નજર કરીએ તો, બપોરે 2 વાગ્યા સુધીમાં ડાંગમાં 56.78 ટકા, અબડાસામાં 38.41 ટકા, મોરબીમાં 31.91 ટકા, ગઢડામા 28.64 ટકા, લીંબડીમાં 34.09 ટકા, ધારીમાં 23.78 ટકા, કરજણમાં 40.64 ટકા અને કપરાડામાં 37.15 ટકા મતદાન નોંધાયું છે. મતદાનને હવે ચાર કલાક બાકી છે. 6 વાગ્યાના ટકોરે મતદાન બૂથ બંધ થઈ જશે. તો બીજી તરફ, બપોર બાદ મતદાન સાવ ધીમું પડી ગયું છે. બંને પક્ષોને તેની ચિંતા વ્યાપી ગઈ છે.
મોરબીમાં મતદાન ધીમું પડતા બંને પક્ષોમાં ચિંતા વધી
લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારના મતદારોમાં નિરાશા જોવા મળી. ભાજપનો ગઢ ગણાતા લીંબડી શહેરી વિસ્તારના અનેક મતદાન મથકોમાં બપોર થઈ હોવા છતાં મતદાન મથકો સૂમસામ નજરે પડ્યા હતા. બપોરના 2.00 વાગ્યા સુધી અંદાજે માત્ર ૩૩% જેટલુ મતદાન નોંધાતા બંન્ને પક્ષોમાં ચિંતા વધી ગઈ હતી. લીંબડી શહેરી વિસ્તારમાં મતદારોમાં નિરાશા જોવા મળતા ભાજપને વધુ નુકશાન જવાની શક્યતાઓ છે.
અબડાસાના વેડહારમાં બૂથ એજન્ટ પર હુમલો
અબડાસા પેટાચૂંટણીમાં વેડહારમાં કોંગ્રેસના બુથ એજન્ટ પર હુમલો કરાયો હતો. બે થી ત્રણ લોકો દ્વારા કોંગ્રેસના બૂથ એજન્ટ પર હુમલો કરાયો હતો. ચૂંટણી પંચમાં તેમજ પશ્ચિમ કચ્છ એસપીને આ વિશે તાત્કાલિક જાણ કરાઈ હતી. તેમજ ચૂંટણી અધિકારીને પણ તાત્કાલિક જાણ કરાઈ હતી.
12 વાગ્યા સુધીનુ મતદાન
- ડાંગ 39.60
- લીંબડી 25.77 ટકા
- કપરાડા 17.16
- મોરબી 24.15
- ધારી 16.04
- કરજણ 22.95
- અબડાસા 22
- ગઢડા 21.74
મતદાનની પળેપળની અપડેટ અહી જુઓ Live :
અબડાસાના નખત્રાણાના મોટી વેડહારમાં મારામારીની ઘટના બની હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ પર મતદારોને ધમકાવવાનો કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો. બળજબરીથી ભાજપમાં વોટિંગ કરાવતા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા મૂકાયો છે. ત્યારે મારામારીની ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
85 વર્ષના વૃદ્ધા લાકડીના ટેકે મતદાન કરવા આવ્યા
મોરબી માળીયા વિધાનસભા મત વિસ્તારમાં મતદારોમાં ભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી જ મોરબીમાં વધુ મતદાન નોંધાયુ છે. યુવાનોથી લઇ વૃદ્ધો સૌકોઈ મતદાન કરી રહ્યા છે. 85 વર્ષના વાલીબેન ભીમાણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. શહેરની પટેલ કન્યા છાત્રાલય ખાતે વૃદ્ધાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. લાકડીના ટેકે આ વૃદ્ધા મતદાન કરવા આવયા હતા. ત્યારે લોકશાહીમાં પોતાના મતદાનનો હકનો ઉપયોગ ન કરતા મતદાર માટે તેઓ મોટું ઉદાહરણ છે.
ચૂંટણીમાં મળેલી તમામ ફરિયાદોની તપાસ શરૂ કરી - ચૂંટણી અધિકારી
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ 12 વાગ્યા બાદની મતદાનની માહિતી આપતા જણાવ્યું કે, આજે સવારે 7 વાગ્યાથી તમામ બેઠકો પર શાંતિથી મતદાન ચાલી રહ્યું છે. કોવિડ 19 ને ધ્યાનમાંરાખીને મુશ્કેલીઓ ન આવે તે પ્રકારે મતદાન ચાલી રહ્યું છે. 11 વાગ્યા સુધી 23 ટકા કરતાં વધુ મતદાન થયું છે. અત્યાર સુધીની મળેલી ફરિયાદમાં તપાસ ચાલુ છે. કરજણ સહિત 2 વીડિયો ધ્યાનમાં આવ્યા છે તેની તપાસ કરવાના આદેશો કર્યા છે. પોલીસ ફરિયાદ કરવા સુધીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. હજુ વિગતવાર રિપોર્ટ આવ્યો નથી. આવશે એટલે તપાસ કરીશું. મોરબીના વીડિયો સંદર્ભે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. લીંબડીમાં પણ એક જ મતદાર દ્વારા પાંચ વખત મતદાન કરવામાં આવ્યાની વાતની તપાસ કરાઈ છે, જોકે, તેમાં હજુ સુધી કોઇ તથ્ય મળ્યું નથી. વેબ કાસ્ટિંગ જોઇને કોઇ જ પગલાં ભરવામાં આવ્યા હોય એવી કોઈ હજુ સુધી ઘટના નથી બની.
મોરબીથી પેટાચૂંટણીના અપડેટ્સ....
મોરબીના માળિયાના ન્યૂ નવલખી ગામમાં મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યાની ઘટના સામે આવી છે. મતદારોએ અલગ ગ્રામ પંચાયતની માંગ કરી હતી, તે ન સંતોષાતા ગામ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગામમાં 303 મતદાતા નોંદાયા છે, પરંતુ બપોરે 12 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. તો મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં મતદાન બંધ કરાવવાની ઘટના બની છે. મતદાન બૂથમાં ભાજપની પત્રિકા વહેચાતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ મતદાન બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત માળિયાની રસિકલાલ શેઠ હાઈસ્કૂલ ખાતે મતદાન મથકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મતદાન મથક અંદર બેસેલ વ્યક્તિ ભાજપની પત્રિકા લઈને બેસ્યો હોવાનો વીડિયોમાં બતાવાઈ રહ્યું છે. મતદાન બૂથમાં મોબાઈલ ફોન લઇ જવા પર પ્રતિબંધ હોવા છતાં મોબાઇલ કેવી રીતે અંદર પહોંચ્યો તે મોટો પ્રશ્નાર્થ છે. જોકે ચૂંટણી પંચ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.
કરજણમાં નોટના બદલે વોટના ખેલનો વધુ એક વીડિયો
કરજણ વિધાનસભા પેટાચૂંટણીમાં વોટના બદલે નોટનો વિવાદ હવે ઉભો થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં મતોની ખરીદી થઈ રહી છે. અગાઉ એક વીડિયો વાયરલ થયા બાદ બીજો વીડિયો સામે આવ્યો છે. જે કરજણના કોઈ ગામડાંનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં બતાવાઈ રહ્યું છે કે, ભાજપ ઉમેદવારને મત આપવા એક મત દીઠ 100 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. કરજણની ચૂંટણીમાં આચાર સંહિતાના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે, આવામાં પોલીસ અને ચૂંટણી પંચ મૂકદર્શક બન્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે