Gujarat Budget 2023 : હવે મહેમાનોને ગુજરાતમાં ફરવાની મજા આવશે... બજેટમાં સરકારે કરી ખાસ જાહેરાતો
Gujarat Budget 2023 : ગુજરાત સરકારે હંમેશાથી ટુરિઝમ સેક્ટરને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે આ વર્ષના બજેટમાં શું ખાસ પગલા લેવાશે તે પણ જોઈ લઈએ...
Trending Photos
Gujarat Tourism : રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. ગુજરાત સરકારે 2023-2024 માટે બજેટ જાહેર કર્યુ. જેમાં ટુરિઝમ ક્ષેત્રે મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ પ્રભાગના બજેટ ૩૪૬% નો વધારો કરવાની જોગવાઈ કરાઈ છે. સરકારની આ જાહેરાતોથી હવે મહેમાનોને ગુજરાતમાં ફરવાની મજા આવશે. કારણ કે, બજેટમાં સરકારે ખાસ જાહેરાતો કરી છે. જેમાં પ્રવાસન સ્થળોના વિકાસને આવરી લેવામાં આવ્યું છે.
પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે `૨૦૭૭ કરોડની જોગવાઇ
• આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે `૭૦૬ કરોડની જોગવાઇ.
• ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે `૬૪૦ કરોડની જોગવાઇ.
• એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે `૨૧૫ કરોડની જોગવાઈ.
• અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે `૩૦૦ કરોડની જોગવાઇ.
• રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે `૯૪ કરોડની જોગવાઇ.
• હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે `૩૩ કરોડની જોગવાઇ.
• કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે `૨૫ કરોડની જોગવાઇ.
• ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે `૨૦ કરોડની જોગવાઇ.
• સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે `૧૨૦ કરોડના આયોજન સામે `૧૦ કરોડની જોગવાઇ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર
એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે `૫૬૫ કરોડની જોગવાઇ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે