કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પુત્રએ હિંમત હાર્યા વિના અભ્યાસ કર્યો, આજે સપનું પુરું થતાં આપી શ્રદ્ધાંજલિ
GSEB, Gujarat Board 10th Result 2022: મહેસાણા શહેરમાં રહેતા શિક્ષક પુત્ર એ કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ પિતાની આશા પુરી કરી છે. મહેસાણાની કરમ રેસિડેન્સીમાં રહેતા શિક્ષક પુત્ર તક્ષીલ પટેલે મહેસાણા જિલ્લાના ધોરણ 10ના પરીણામમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: આજે ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યમાં સૌથી ઊંચુ પરિણામ સુરત જિલ્લાનું 75.64 ટકા રહ્યું છે જ્યારે સૌથી નીચુ પરિણામ પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં રાજકોટમાં આવેલ રુપાવટી કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 94. 80 ટકા જાહેર થયું છે. રાજ્યમાં સૌથી નીચુ પરિમામ ધરાવતું કેન્દ્ર દાહોદનું રુવાબારી મુવાડા છે, જેનું પરિણામ 19.17 ટકા રહ્યું છે. એસએસસી બોર્ડના પરિણામમાં પણ છોકરાઓની સામે છોકરીઓએ મેદાન માર્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.
મહેસાણા શહેરમાં રહેતા શિક્ષક પુત્ર એ કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ પિતાની આશા પુરી કરી છે. મહેસાણાની કરમ રેસિડેન્સીમાં રહેતા શિક્ષક પુત્ર તક્ષીલ પટેલે મહેસાણા જિલ્લાના ધોરણ 10ના પરીણામમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોરોનાના કપરાં કાળમાં શિક્ષક પિતાનું અવસાન થયા બાદ પિતાની ઈચ્છા પૂરી કરવા હિંમત હાર્યા વિના અભ્યાસ કર્યો હતો.
આજે જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10 નું પરીણામ આવ્યું, ત્યારે તક્ષીલ પટેલ સ્વર્ગસ્થ પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે તો માતા ફાલ્ગુનીબેનના પુત્ર એ ધોરણ 10માં 99.32 પર્સેન્ટાઇલ રેન્ક મેળવતા ગદગદીત થઇ ગયા છે. પુત્ર તક્ષીલ ધોરણ 10 ના પરીણામથી પિતાને શ્રદ્ધાંજલિ અર્પી છે.
નોંધનીય છે કે, બોર્ડના પરિણામમાં પાસ થનારા પરીક્ષાર્થીઓ પૈકી 12,090 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 52,992 પરીક્ષાર્થીઓએ A2 ગ્રેડ, 93,602 પરીક્ષાર્થીઓએ B1 ગ્રેડ, 1,30,097 પરીક્ષાર્થીઓએ B2 ગ્રેડ, 1,37,657 પરીક્ષાર્થીઓએ C1 ગ્રેડ અને 73,114 પરીક્ષાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. તો બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં સામેલ 848 પરીક્ષાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવેલ છે. જેની રુબરુ સુનાવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે