ગુજરાતમાં નેતાઓને લીલાલહેર : હવે લાખોમાં પગાર મળશે, લોકસભા પહેલાં લ્હાણી

Big Decision : આગામી સમયમાં લોકસભા આવી રહી છે આ સમયે ભાજપ સરકાર સામે વિરોધને પગલે સરકાર ભિંસમાં મૂકાય તો પણ નવાઈ નહીં. સરકારે હાલમાં જ તાલુકા પંચાયત પ્રમુખને રૂા.૬૦ હજાર, જિલ્લા પંચાયત પ્રમુખને ૧.૩૦ લાખ પ્રવાસ ભથ્થુ ફાળવવાનો નિર્ણય લીધો 

ગુજરાતમાં નેતાઓને લીલાલહેર : હવે લાખોમાં પગાર મળશે, લોકસભા પહેલાં લ્હાણી

Gujarat BJP : લોકસભા પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકારની મુશ્કેલીઓ વધે તો નવાઈ નહીં. એક બાજુ ફિક્સ વેતનધારકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચૂંટાયેલાં જનપ્રતીનિધીઓના પ્રવાસ ભથ્થામાં જબરદસ્ત વધારો કરી દેવામાં આવ્યા છે. પ્રજા વચ્ચે જવું મોઘું બન્યું હોવાનું કારણ ધરીને રાજ્ય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રવાસ ભથ્થામાં 30થી 40 ટકાનો વધારો કર્યો છે. ગુજરાતમાં મોટાભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો પર ભાજપનું શાસન છે. ભાજપના નેતાઓને સુવિધાના નામે પગારમાં વધારો કરાયો છે. મોંઘવારી નેતાઓને નડતી હોય તો એ મોંધવારી ફીક્સ પે વેતનધારીને પણ નડી રહી છે. આગામી દિવસમો ફિક્સ પે નાબૂદી સરકારના માથાનો દુખાવો બની શકે છે. 

ફિક્સ પે ની નીતિ દૂર કરવા સરકારી કર્મચારીઓએ હવે બાંયો ચઢાવી છે. જેઓ રાજ્ય સરકારની ફીક્સ પે નીતિ સામે વિરોધ કરશે. તહેવારોની સાથે ફિક્સ પે નીતિનો વિરોધ કરવા કાર્યક્રમો ઘડાયા છે. જેમાં જન્માષ્ટમી, રક્ષાબંધન ના તહેવારોમાં કર્મચારીઓ કરશે પ્રતિકાત્મક વિરોધ કરશે. આ સમયે કાળા વસ્ત્રો ધારણ કરીને પણ સરકારી કર્મચારીઓ વિરોધ કરી શકે છે. આગામી સમયમાં લોકસભા આવી રહી છે આ સમયે ભાજપ સરકાર સામે વિરોધને પગલે સરકાર ભિંસમાં મૂકાય તો પણ નવાઈ નહીં. સરકારે હાલમાં જ તાલુકા પંચાયત પ્રમુખને રૂા.૬૦ હજાર, જિલ્લા પંચાયત પ્રમુખને ૧.૩૦ લાખ પ્રવાસ ભથ્થુ ફાળવવાનો નિર્ણય લીધો છે. લોકસભા પહેલાં પ્રમુખો પ્રવાસ કરે એ જરૂરી છે પણ એમને ભથ્થાઓ ઓછા હોવાનું ગણાવી વિરોધ કરતાં સરકારે આ ભથ્થાઓમાં 30થી 40 ટકાનો વધારો કરી દીધો છે. 

સરકાર સારી રીતે જાણે છે કે હાલમાં ભાજપનું શાસન છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદો પર તેમના જ નેતાઓ બેઠેલા છે.  લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે જોતાં ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓને પ્રજા વચ્ચે જવા હાઇકમાન્ડે સૂચના આપી છે. જોકે, તાલુકા અને જીલ્લા પંચાયતના પ્રમુખો મોઘવારીનું કારણ ધરીને લોકો વચ્ચે સુધી પહોંચતા ન હતાં. પેટ્રોલ- ડિઝલના ભાવ વધી રહ્યા છે. વાહનોના મરામતનો ખર્ચ વધી રહ્યો છે. આ બધાય પાસાને ધ્યાનમાં રાખીને પ્રવાસ ભથ્થાની રકમમાં વધારો કરાયો છે. આમ સરકારે નેતાઓના પગાર તો વધારી દીધા છે પણ આ મામલો વિવાદ પકડે તો પણ નવાઈ નહીં.

રાજ્યના તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખને નવા ભથ્થાનો લાભ હવે મળશે. જિલ્લા પંચાયતના સભ્યને રૂા.૮૦ હજાર પ્રવાસ ભથ્થું ચૂકવવામાં આવતું હતું. રાજ્ય સરકારે કરેલાં પરિપત્ર મુજબ, હવે જિલ્લા પંચાયતના પ્રમુખને રૂા. ૧.૩૦ લાખ પ્રવાસ ભથ્થુ આપવામાં આવશે. જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખને 40 હજારને બદલે 60 હજાર રૂપિયા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news