હમ તો ડુબે હૈ સનમ, તુમ્હે ભી લે ડુબેંગે... સાઈડલાઈન કરાયેલા ભાજપના કયા ભેદીએ લંકામાં આગ લગાવી!

Gujarat Politics : રૂપાલાનો વિવાદ કેમ કરતા થાળે પડી નથી રહ્યો. આ જાણીને મોવડી મંડળ પણ ચોંકી ગયું છે, ગુજરાત ભાજપમાં હાલ અંદરના જ રૂપાલાની આગ ભડકાવી રહ્યાં છે, જેમાં અનેક નેતાઓ પર આંગળી ચીંધાઈ રહી છે 

હમ તો ડુબે હૈ સનમ, તુમ્હે ભી લે ડુબેંગે... સાઈડલાઈન કરાયેલા ભાજપના કયા ભેદીએ લંકામાં આગ લગાવી!

Gujarat BJP Internal Politics : રાજકારણ એટલે ટાંટિયા ખેંચવાની ગેમ. એક આગળ જાય તો બીજો તેના પગ પકડીને નીચે પાડે. આવુ જ કંઈક થઈ રહ્યું છે હાલ ગુજરાતના રાજકારણમાં. ગુજરાત ભાજપમાં મોટાભા બનેલા નેતાઓને હવે પાડી દેવાનો ખેલ પડદા પાછળ ચાલી રહ્યો છે. ચર્ચા છે કે, રૂપાલાનો વિવાદ પણ ભાજપના આંતરિક ખટરાગનું પરિણામ છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ઉભો થયેલો વિરોધ કેમ કરીને શાંત નથી થઈ રહ્યો. કહેવાય છે કે, અન્ય કોઈ નહિ પણ ભાજપના જ અસંતુષ્ટો અસલી ખેલાડી છે. ત્યારે આખાય નાટકમાં પડદા પાછળના ખેલાડી કોણ છે તે જાણવામાં સૌને રસ છે. જોકે, હાલ તો અનેક નેતાઓ સામે આંગળી ચીંધાઈ રહી છે. 

સાઈડલાઈન કરાયેલા હવે ભાજપની નાવ ડુબાડવા નીકળ્યા
હમ તો ડુબે હૈ સનમ, તુમ્હે ભી લે ડુબેંગે... હાલ ગુજરાત ભાજપની સ્થિતિ કંઈક આવી જ છે. પક્ષમાં હાંસિયામાં ધકેલાયેલા નારાજ નેતાઓની નારાજગી હવે સાતમા આસમાને પહોંચી છે. ભાજપે સાઈડલાઈન કરેલા આ નેતાઓ જ હવે ભાજપની નાવ ડુબાડવા નીકળ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ક્ષત્રિય આંદોલનને પાછલા બારણેથી પ્રોત્સાહન મળી રહ્યું છે. જેમાં સમગ્ર પ્રકરણમાં એક પૂર્વ મંત્રી ઉપરાંત પાંચેક અન્ય નેતાઓની આખાય પ્રકરણમાં સંડોવણી હોવાનું કહેવાય છે. હાલ ગુજરાત ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતિ છે. 

અંદરના જ ભાજપની આગ ભડકાવી રહ્યાં છે 
લાખ પ્રયાસો છતા પણ ક્ષત્રિયો માનતા નથી. રૂપાલાએ બે વાર તો માફી માંગી, પણ હવે ત્રીજીવાર માફી મંગાવવાનો મૂડમાં ક્ષત્રિયો આવી ગયા છે. આખરે આ શુ થઈ રહ્યુ છે તે કોઈને સમજાતુ નથી. ત્યારે ચર્ચા છે કે, ક્ષત્રિય આંદોલનને વેગ આપવામાં ભાજપના જ મોટાગજાના નેતાઓનો હાથ છે. રૂપાલાની ટિપ્પણીને જાણી જોઈને મોટો મુદ્દો બનાવવામાં આવ્યો છે. ભાજપમાં હાંસિયામાં ઘકેલાયેલા અને ટિકિટથી વંચિત રહી ગયેલા ભાજપના નેતાઓએ જ હવે આડકતરી રીતે ભાજપમાં વિરોધની આગ ભડકાવી છે. સાથે જ રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે અસંતુષ્ટ નેતાઓએ ક્ષત્રિયોને આગળ ધરીને વિવાદ સળગાવ્યો છે. 

રૂપાલાનો વિવાદ કેમ કરતા થાળે પડી નથી રહ્યો. આ જાણીને મોવડી મંડળ પણ ચોંકી ગયું છે. આખરે એક જણને શાંત કરાવવા જઈએ ત્યા બીજા દસ વિરોધ કરવા ઉભા થાય છે. હાલ સ્થિતિ એવી છે કે, ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય જ્યાં રૂપાલાનો વિવાદ થયો ન હોય. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 10, 2024

 

અનેક નેતાઓ પર આંગળી ચીંધાઈ 
તો બીજી તરફ, કેટલાક નેતાઓ તરફ ઈશારો થતા તેઓએ જાતે જ પોતાનો કોઈ હાથ નથી તેવા ખુલાસા કરવા માંડ્યા છે. રાજકોટમાં મોટાગજાના નેતા ડો.ભરત બોઘરા પણ શંકાના દાયરામાં હતા, જેથી તેમણે પણ આ પ્રકરણમાં તેમની ભૂમિકા નથી અને નીકળે તો હું રાજકારણ છોડી દઈશ તેવું નિવેદન આપ્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news