Rivaba એ વાજતે-ગાજતે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી, રવિન્દ્ર જાડેજાએ વીડિયો પોસ્ટ કરી પત્ની માટે મત માંગ્યા
Gujarat Election 2022: રવિન્દ્ર જાડેજાએ સોશ્યિલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું એ પણ જાણો...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ચૂંટણી પંચે તારીખો જાહેર કરતાની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાન-એ જંગમાં છે. ત્યારે કેટલાંક ઉમેદવારોએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એમાંથી એક નામ એટલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા. ભાજપે રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે પ્રચાર પ્રસારમાં નવો રોમાંચ જોવા મળી રહ્યો છે. આજે વિજય મૂહર્તમાં રીવાબાએ ઢોલ-નગાર સાથે વાજતે-ગાજતે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી ફોર્મ ભરવતી વખતે રીવાબા સાથે તેમના પતિ અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યાં હતાં. રવિન્દ્ર જાડેજાએ રીવાબાને જંગી બહુમતીથી જીતાડી ભાજપના વિકાસ રથને આગળ ધપાવવા મતદારોને અપીલ કરી. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાંસદ પૂનમ માડમ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
ફોર્મ ભરતા પહેલાં પણ પત્ની રીવાબા માટે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબા માટે મત માંગ્યાં. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ઉત્તર બેઠકના મતદારોને અપીલ કરી કે રીવાબા અને ભાજપને મત આપીને જંગી બહુમતથી વિજય બનાવે.
જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022
ઉલ્લેખનીય છે કે ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. રવિંદ્ર જાડેજાએ પણ સોશલ મીડિયાના માધ્યમથી પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે. તો ચાલો કાલે સવારે મળીએ.
ઉલ્લેખનીય છેકે, રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે ટી-20 વર્લ્ડકપ 2022માં ભાગ લઈ શક્યો ન હતો. એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી, ત્યારબાદ તેના જમણા ઘૂંટણની સર્જરી થઈ હતી. જાડેજાને બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે ફિટનેસ પરત મેળવ્યા બાદ જ ભાગ લઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે