Watch Video: G-20 સંમેલન જ્યાં યોજાયું છે, ત્યાંની આ મૂર્તિઓ કહી રહી છે 'રામગાથા'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં શરૂ થઈ રહેલા G-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે રવાના થઈ રહ્યા છે. ઈન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિની ખાસ ઝલક જોવા મળે છે. રાજધાની બાલીના તોહફાટી વિસ્તારમાં ભગવાન રામ અને તેમની વાનર સેનાની ઘણી મૂર્તિઓ બનાવવામાં આવેલી છે.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં શરૂ થઈ રહેલા G-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે રવાના થઈ રહ્યા છે. ઈન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિની ખાસ ઝલક જોવા મળે છે. રાજધાની બાલીના તોહફાટી વિસ્તારમાં ભગવાન રામ અને તેમની વાનર સેનાની ઘણી મૂર્તિઓ બનાવવામાં આવેલી છે.
બાલીમાં રામાયણની ઝલક
ઈન્ડોનેશિયામાં રામાયણ અને રામકથા ઉપરાંત મહાભારત સંલગ્ન અદભૂત તસવીરો જોવા મળે છે. બાલીના તોહફાટી વિસ્તારમાં ભગવાન રામને વાનર સેના સાથે લંકા જવા માટે રામસેતુનું નિર્માણ કરતા દેખાડવામાં આવ્યા છે. આ મૂર્તિઓ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે ભગવાન રામે લંકા જવા માટે વાનર સેના સાથે કઈ રીતે રામ સેતુનું નિર્માણ કર્યું હતું અને કેવી રીતે તેમણે લંકા પર ચડાઈ કરી હતી.
Indonesia में Ramayan और रामकथा से जुड़ी अद्भुत तस्वीरें देखने को मिलती हैं, बाली में देखिए किस तरह से भगवान राम को वानर सेना के साथ लंका जाने के लिए रामसेतु का निर्माण करते दिखाया गया है...#RamSetu #G20BaliSummit #LordRam @bramhprakash7 pic.twitter.com/gxz7wP37C9
— Zee News (@ZeeNews) November 14, 2022
પીએમ મોદી આજે થશે રવાના
ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં આજથી શરૂ થઈ રહેલા જી20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈન્ડોનેશિયા જવા માટે રવાના થશે. પીએમ મોદી જી-20 શિખર સંમેલનના ત્રણ પ્રમુખ સત્ર ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ડિજિટલ પરિવર્તન અને સ્વાસ્થ્યમાં ભાગ લેશે. આ સંમેલનના અંતમાં ભારતને જી20ની અધ્યક્ષતા સોંપવામાં આવશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
પીએમ મોદી ઋષિ સુનકને મળશે
પીએમ મોદી પોતાના ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરશે. યુકેના નવા પીએમ ઋષિ સુનક અને પીએમ મોદી વચ્ચે આ પહેલી વ્યક્તિગત મુલાકાત હશે. પીએમ મોદી ભારત યુકે મુક્ત વેપાર સંધિ (એફટીએ)ને જલદી અંતિમ સ્વરૂપ આપવા પર ચર્ચા કરશે. આ સાથે જ પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ મુલાકાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે